દેહરીના નવા ‘ગામ સચિવાલય’નું લોકાર્પણ કરાયું
- byDamanganga Times
- 27 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૬ ઃ ઉમરગામ તાલુકાની દેહરી ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાન ‘ગામ સચિવાલય’નો લોકાર્પણ સમારોહ બુધવારે યોજાયો હતો. દેહરી સરકારી દવાખાનાની બાજુમાં આવેલા નવા મકાનનું લોકાર્પણ રાજકીય આગેવાનો અને વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ તથા ઉપસ્થિત રહ્નાં હતાં. જ્યારે અતિથિ વિશેષ તરીકે ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ સંતોષભાઈ વળવી, તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ વાળા, ઉમરગામ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ ડૉ. નીરવભાઈ શાહ, જિલ્લા પંચાયત સભ્ય વંદનાબેન પ્રવીણભાઈ માહ્નાવંશી તથા તાલુકા પંચાયત સભ્ય કાજલબેન સમીરભાઈ હળપતિ ઉપસ્થિત રહ્નાં હતાં. દેહરી ગ્રામ પંચાયતના નવનિર્મિત ગામ સચિવાલયના લોકાર્પણથી ગ્રામજનોને પંચાયતને લગતી વહીવટી કામગીરી તથા વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મેળવવા માટે વધુ સુવિધાયુક્ત માળખું ઉપલબ્ધ બન્યું છે. નવા મકાનથી ગ્રામ પંચાયતની કામગીરી વધુ સુવ્યવસ્થિત અને સરળ બનવાની સાથે ગ્રામજનોને ઍક જ સ્થળે જરૂરી વહીવટી સુવિધાઓ મળી રહેશે. કાર્યક્રમમાં આમંત્રણ ને માન આપી ઉદ્યોગપતિ સંતોષભાઈ રવેશિયા, રાજેશભાઈ મિસ્ત્રી, સુકેતુ ભાઈ મહેતા, યુઆઇઍ ઉપપ્રમુખ ભગવાનભાઈ ભરવાડ, ઉમરગામ નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન, ની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. રૂપિયા ૧ કરોડ ૭૦ લાખ થી વધુ ના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુરત કરી મંચસ્થ મહાનુભાવો ઍ પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું. કાર્યક્રમના નિમંત્રક તરીકે દેહરી ગ્રામ પંચાયતના સરપંચ ઘનેશભાઈ દિનેશભાઈ દુબળા, ઉપસરપંચ ઉમેશભાઈ છગનભાઈ સોલંકી, તલાટી કમ મંત્રી હંસાબેન પટેલ તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યો અને સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
