Damanganga Times.

Damanganga Times.

November 27, 2026

ઉમરગામની ૫૨ ગ્રા.પં.માં સરપંચપદની અનામત બેઠકો જાહેર

ઉમરગામની ૫૨ ગ્રા.પં.માં સરપંચપદની અનામત બેઠકો જાહેર


દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૨૬ ઃ ઉમરગામ તાલુકામાં આગામી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાવા લાગ્યો છે. વલસાડ જિલ્લા કલેક્ટર નિતિન સાંગવાન (ત્ખ્લ્) દ્વારા ઉમરગામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં સરપંચ પદની બેઠકોની રોટેશન પદ્ધતિ મુજબ અનામત અને બિનઅનામત વર્ગ પ્રમાણે ફાળવણીનું જાહેરનામું તા. ૨૩ નવેમ્બર, ૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ તથા સંબંધિત નિયમો હેઠળ કરવામાં આવેલી આ ફાળવણીને પગલે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીલક્ષી ચર્ચાઓનો દોર શરૂ થયો છે. જાહેર થયેલી અનામત બેઠકોની વિગતો મુજબ ઉમરગામ તાલુકાની કુલ ૫૨ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ૨૫ બેઠકો સામાન્ય વર્ગ અને ૨૭ બેઠકો મહિલા વર્ગ માટે ફાળવવામાં આવી છે. અનામત વર્ગની કેટેગરી મુજબ અનુસૂચિત જાતિ (લ્ઘ્) માટે ૨, અનુસૂચિત આદિજાતિ (લ્વ્) માટે ૪૨, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (લ્ચ્ગ્ઘ્) માટે ૫ તથા બિનઅનામત વર્ગ માટે ૩ બેઠકોનો સમાવેશ થાય છે.

લ્વ્ વર્ગ માટે સૌથી વધુ ૪૨ બેઠકો

અનામત બેઠકોની ફાળવણીમાં અનુસૂચિત આદિજાતિ (લ્વ્) વર્ગનું સૌથી વધુ પ્રભુત્વ જોવા મળ્યું છે. આ વર્ગ માટે કુલ ૪૨ બેઠકો ફાળવવામાં આવી છે, જેમાં ૨૧ સામાન્ય અને ૨૧ મહિલા બેઠકોનો સમાવેશ થાય છે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (લ્ચ્ગ્ઘ્) માટે કુલ પાંચ બેઠકો ફાળવાઈ છે, જેમાં બે સામાન્ય અને ત્રણ મહિલા બેઠકો છે. અનુસૂચિત જાતિ (લ્ઘ્) માટે બે બેઠકો પૈકી ઍક સામાન્ય અને ઍક મહિલા બેઠક રાખવામાં આવી છે. જ્યારે બિનઅનામત વર્ગ માટે કુલ ત્રણ બેઠકોમાં ઍક સામાન્ય અને બે મહિલા બેઠકોનો સમાવેશ થાય છે.

મહિલા અનામતથી નવા ચહેરાઓને તક મળવાની શક્યતા

આ જાહેરનામાની સૌથી મહત્ત્વની બાબત ઍ છે કે કુલ ૫૨ બેઠકોમાંથી ૨૭ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. પરિણામે અગાઉ સરપંચ પદે રહી ચૂકેલા કેટલાક પુરુષ આગેવાનોને આ વખતે અન્ય બેઠકની રાહ જોવી પડશે, જ્યારે મહિલા અનામત જાહેર થયેલી ગ્રામ પંચાયતોમાં નવા મહિલા ઉમેદવારોને રાજકીય મેદાનમાં ઉતરવાની તક મળશે. બીજી તરફ સામાન્ય બેઠકો ધરાવતી ગ્રામ પંચાયતોમાં પણ અત્યારથી જ સરપંચ પદના સંભવિત દાવેદારોની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

લ્ચ્ગ્ઘ્ વર્ગમાં નારગોલ, પલગામ અને સોળસુંબાનો સમાવેશ

જાહેર કરાયેલી ગામવાર ફાળવણી મુજબ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની સામાન્ય બેઠકોમાં કોળીવાડ અને મરોલીનો સમાવેશ થાય છે. જ્યારે મહિલા અનામત બેઠકોમાં નારગોલ, પલગામ અને સોળસુંબાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અનુસૂચિત જાતિની બેઠકોમાં સામાન્ય વર્ગ માટે કલગામ અને મહિલા વર્ગ માટે ફણસા દર્શાવવામાં આવ્યા છે. અનુસૂચિત આદિજાતિ તથા બિનઅનામત વર્ગની ગામવાર વિગતો પણ જાહેરનામાના અલગ-અલગ પરિશિષ્ટમાં દર્શાવવામાં આવી છે.

જાહેરનામા બાદ ગ્રામ્ય રાજકારણમાં હલચલ

સરપંચ પદની અનામત બેઠકો જાહેર થતાં જ ઉમરગામ તાલુકાના રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. ખાસ કરીને મહિલા અનામત જાહેર થયેલી ગ્રામ પંચાયતોમાં અત્યારથી જ સંભવિત મહિલા ઉમેદવારોનાં નામો અંગે ચર્ચાઓ થવા લાગી છે. ક્યાંક વર્તમાન સરપંચ પરિવારની મહિલા સભ્ય ચૂંટણી મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે, 

તો ક્યાંક નવા ચહેરાઓને તક મળે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ ગામેગામ રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બનવાની શક્યતા છે. અનામત બેઠકોની ફાળવણીથી અનેક ગામોમાં સરપંચ પદના સમીકરણો બદલાશે, ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીની તૈયારીઓ અને ઉમેદવારોની પસંદગી પર સૌની નજર મંડાઈ છે.