ઉમરગામના રળિયામણા દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન યોજાયું
- byDamanganga Times
- 27 November, 2026
દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૬ ઃ ઉમરગામ તાલુકાના રળિયામણા દરિયા કિનારાને સ્વચ્છ અને સુંદર બનાવવા જિલ્લા વિકાસ અધિકારી વંદના મીણાની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ વિશેષ બીચ ક્લિનિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન (શ્ત્ખ્)ના હોદ્દેદારો, વિવિધ ઔદ્યોગિક ઍકમોના પ્રતિનિધિઓ, આંગણવાડીની બહેનો તેમજ પર્યાવરણ પ્રેમીઓઍ ઉત્સાહભેર ભાગ લઈ દરિયાકિનારે સફાઈ કામગીરી હાથ ધરી હતી.
આ પ્રસંગે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના સેક્રેટરી શ્યામ વિઝન, ટ્રેઝરર રત્નેશ્વરભાઈ ચોરસિયા સહિત ઝ઼બ્પ્લ્ ઇન્ડસ્ટ્રીઝ, અપાર ઇન્ડસ્ટ્રીઝ, ચંદન સ્ટીલ લિમિટેડ સહિતના ઔદ્યોગિક ઍકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્ના હતા. સફાઈ અભિયાન પૂર્ણ થયા બાદ જિલ્લા વિકાસ અધિકારી વંદના મીણાઍ ઉપસ્થિત લોકોને સ્વચ્છતા, પર્યાવરણ જાળવણી અને દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે જ સફાઈ કામગીરીમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટરની પહેલ અને માર્ગદર્શન બાદ ઉમરગામ તથા સરીગામ વિસ્તારના ઔદ્યોગિક ઍકમો પણ બીચ ક્લિનિંગ અભિયાનમાં સક્રિય રીતે સહભાગી બની રહ્ના છે.
ઉમરગામ તાલુકામાં ૨૭ કિલોમીટરથી વધુ લાંબો દરિયાકિનારો આવેલો છે, જ્યાં દર રવિવારે તેમજ સમયાંતરે વિવિધ સંસ્થાઓ, ઉદ્યોગકારો, પર્યાવરણ પ્રેમીઓ અને જનપ્રતિનિધિઓના સહયોગથી સફાઈ અભિયાન યોજવામાં આવે છે. સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને દરિયાકિનારાનું કુદરતી સૌંદર્ય જળવાઈ રહે તેવા હેતુથી હાથ ધરવામાં આવી રહેલા આ અભિયાનને સ્થાનિક લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્ના છે. ઉદ્યોગજગત અને સામાજિક સંસ્થાઓની સહભાગિતાથી સ્વચ્છ ભારત અભિયાનને ઉમરગામ તાલુકામાં વધુ વેગ મળી રહ્ના છે.
