ઉમરગામમાં ઔદ્યોગિક વિકાસની આડમાં પર્યાવરણનો ભોગ!
- byDamanganga Times
- 27 November, 2026
(ઉદય રાવલ દ્વારા)
ઉમરગામ, તા. ૨૬ ઃ વલસાડ જિલ્લાના ઔદ્યોગિક પટ્ટા તરીકે ઓળખાતા ઉમરગામ તાલુકામાં ઔદ્યોગિક વિકાસની સાથે જળ અને વાયુ પ્રદૂષણની સમસ્યા પણ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી હોવાની ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. ઍક તરફ ઉદ્યોગોનો વ્યાપ સતત વધી રહ્ના છે, તો બીજી તરફ કુદરતી જળસ્ત્રોતો પ્રદૂષિત થવાની અને જળચર જીવોના મોતની ઘટનાઓ પર્યાવરણ માટે જોખમની ઘંટડી સમાન બની રહી છે. તાજેતરમાં ખતલવાડની ખાડીમાં સેકડો માછલીઓ મૃત હાલતમાં મળી આવવાની ઘટનાઍ સમગ્ર તાલુકામાં ચકચાર મચાવી છે.
ઉમરગામ તાલુકામાં ઔદ્યોગિક ઍકમોમાંથી નીકળતા કેમિકલયુક્ત પ્રવાહીના નિકાલ અંગે લાંબા સમયથી સવાલો ઊઠતા રહ્ના છે. કેટલાક ઍકમો દ્વારા પ્રદૂષિત પ્રવાહીનો ગેરકાયદેસર રીતે કુદરતી જળસ્ત્રોતોમાં નિકાલ કરવામાં આવતો હોવાની તેમજ બોર મારફતે ભૂગર્ભમાં ઉતારવામાં આવતો હોવાની સ્થાનિક સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે. અગાઉ સરીગામ વિસ્તારમાં પણ બોર મારફતે ભૂગર્ભમાં પ્રદૂષિત પ્રવાહી ઉતારવાની બાબત સામે આવી હતી. હવે ખતલવાડની ખાડીમાં માછલીઓનાં મોતની ઘટનાઍ ફરી ઍકવાર ઔદ્યોગિક -દૂષણના -‘ને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે ખતલવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં ખાડીનું પાણી -દૂષિત થતાં નાની-મોટી સેકડો માછલીઓ મૃત હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં ઞ્ભ્ઘ્ગ્ના અધિકારીઓઍ સ્થળ તપાસ કરી પાણીના નમૂના લીધા હતા. જોકે, ખાડીમાં -દૂષણનું ચોક્કસ કારણ શું છે, કયા સ્ત્રોતમાંથી -દૂષિત પાણી આવ્યું અને આ ઘટનામાં કોઈ ઔદ્યોગિક ઍકમની સંડોવણી છે કે કેમ તે તપાસનો વિષય છે. સૌથી ગંભીર બાબત ઍ છે કે ઉમરગામ તાલુકાના લાખો લોકોની જીવનજરૂરિયાતનું પાણી કુદરતી જળસ્ત્રોતો અને ભૂગર્ભ જળમાંથી ઉપલબ્ધ થાય છે. ખેતી અને પશુપાલન માટે પણ આ જળસ્ત્રોતો મહત્વપૂર્ણ છે. જો કેમિકલયુક્ત -વાહીનો બેફામ નિકાલ થતો હોય તો તેની અસર માત્ર માછલીઓ કે જળચર જીવો પૂરતી સીમિત નહીં રહે, પરંતુ ભૂગર્ભ જળ, ખેતીની જમીન અને માનવજીવન પર પણ લાંબા ગાળે ગંભીર અસર થવાની આશંકા છે.
પ્રદૂષણ સામે કાયમી કાર્યવાહી ક્યારે?
સ્થાનિક સ્તરે ઍવી પણ ચર્ચા છે કે પ્રદૂષણની સમસ્યા અંગે વારંવાર રજૂઆતો અને ઘટનાઓ સામે આવવા છતાં અસરકારક કાયમી ઉકેલ દેખાતો નથી. -દૂષણ નિયંત્રણની જવાબદારી ધરાવતા વિભાગોઍ માત્ર ઘટના બન્યા બાદ નમૂના લેવા પૂરતું સીમિત ન રહેતાં નિયમિત તપાસ, ઔદ્યોગિક ઍકમોના ઇફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિરીક્ષણ અને ગેરકાયદેસર નિકાલના સ્ત્રોતોની ઓળખ કરવી જરૂરી છે. દોષિત સાબિત થતા ઍકમો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી પણ થવી જોઈઍ. છવિકાસ જોઈઍ, પરંતુ પર્યાવરણની કિંમત પર નહીં!
ઉમરગામ તાલુકાના ઔદ્યોગિક વિકાસમાં હજારો લોકોને રોજગારી મળી રહી છે અને સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળ્યો છે. ઉદ્યોગોના વિકાસ સામે કોઈ વિરોધ નથી, પરંતુ વિકાસના નામે કુદરતી જળસ્ત્રોતો, હવા અને પર્યાવરણને નુકસાન પહોંચે તે સ્વીકાર્ય બની શકે નહીં. ઉદ્યોગો અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવાની જવાબદારી ઉદ્યોગો ઉપરાંત સંબંધિત સરકારી વિભાગોની પણ છે. હવે સવાલ ઍ છે કે ખતલવાડની ખાડીમાં માછલીઓનાં મોત પાછળનું સાચું કારણ ક્યારે બહાર આવશે? પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે ક્યારે નક્કર કાર્યવાહી થશે? અને ઉમરગામ તાલુકાના કુદરતી જળસ્ત્રોતોને સુરક્ષિત રાખવા માટે કાયમી વ્યવસ્થા ક્યારે ઊભી કરાશે? આ પ્રશ્નોના જવાબની રાહ સ્થાનિક લોકો અને પર્યાવરણપ્રેમીઓ જોઈ રહ્ના છે.
