Damanganga Times.

Damanganga Times.

November 26, 2026

દાનહની શાળાઅોમાં ઇલેક્ટોરલ લિટરસી ક્લબનો શુભારંભ

દાનહની શાળાઅોમાં ઇલેક્ટોરલ લિટરસી ક્લબનો શુભારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૨૫ ઃ  યુવા પેઢીમાં લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવા તેમજ ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્યથી દાદરા અને નગર હવેલી પ્રશાસનના ચૂંટણી વિભાગ દ્વારા બુધવારે પ્રદેશની શાળાઓમાં ઇલેક્ટોરલ લિટરસી ક્લબ (ઈઍલસી)નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ અંતર્ગત સેલવાસના ટોકરખાડા સ્થિત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડો. અનિતા રાનીઍ ભાવિ યુવા મતદારોને ચૂંટણી પ્રક્રિયા, મતદાર યાદીમાં નામ નોંધાવવાની પ્રક્રિયા, મતદાનના મહત્ત્વ તેમજ લોકશાહીમાં નાગરિકોની જવાબદારી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

વિદ્યાર્થીઓમાં જાગૃત અને જવાબદાર નાગરિક તરીકેની ભાવના વિકસાવવા તેમજ લોકશાહી પ્રક્રિયામાં તેમની સક્રિય ભાગીદારી સુનિડ્ઢિત કરવાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્ના હતો.

આ પ્રસંગે શિક્ષણ વિભાગના અધિકારી પરિતોષ શુક્લા, શાળાના આચાર્ય જયેશ ભંડારી, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતા.મતદાર યાદીના ખાસ સંક્ષિ સુધારણા કાર્યક્રમ (ઍસઍસઆર)-૨૦૨૭ અંતર્ગત તમામ પાત્ર નાગરિકો, ખાસ કરીને પ્રથમ વખત મતદાર બનનાર યુવાનોની નોંધણી પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્ના છે.

તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ અથવા તે પહેલાં ૧૮ વર્ષની વય પૂર્ણ કરનાર યુવાનો મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે અરજી કરી શકશે. આ ઉપરાંત તા. ૧ ઍપ્રિલ, ૧ જુલાઈ અને ૧ ઓક્ટોબર, ૨૦૨૭ના રોજ ૧૮ વર્ષની વય પૂર્ણ કરનાર ભાવિ મતદારો પણ અગાઉથી અરજી કરી શકશે.

પાત્ર નાગરિકો ચૂંટણી પંચના મતદાર સેવા પોર્ટલ રુંદ્દફૂશ્વસ્ન્.ફૂણૂજ્ઞ્.િંંરુ.જ્ઞ્ઁ, ઈસીઆઈનેટ મોબાઇલ ઍપ અથવા સંબંધિત બૂથ લેવલ ઓફિસર (બીઍલઓ) મારફતે અરજી કરી શકશે. ચૂંટણી સંબંધિત માહિતી અને માર્ગદર્શન માટે હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પર પણ સંપર્ક કરી શકાશે.

શાળાઓમાં ઇલેક્ટોરલ લિટરસી ક્લબની સ્થાપના દ્વારા યુવા પેઢીમાં ચૂંટણી અંગે જાગૃતિ વધારવા અને લોકશાહીને વધુ મજબૂત બનાવવાની દિશામાં પ્રશાસન દ્વારા મહત્ત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.