વાપીમાં બે દિવસીય વિશેષ પોલીયો રસીકરણ કરાશે
- byDamanganga Times
- 26 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ વાપી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત આવતીકાલથી બે દિવસ સુધી વિશેષ કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં આરોગ્ય વિભાગની ૩૧૨ ટીમો ઘરે-ઘરે જઈ ઝીરો થી પાંચ વર્ષ સુધીની વયના બાકી રહી ગયેલા ૭૪૪૨ બાળકોને પોલિયોના બે ટીપા પીવાથી વંચિત રહી ગયેલા બાળકોને પોલિયાની રસી પીવડાવશે. સમગ્ર વિશ્વ અને ભારતમાંથી પોલિયો રોગને નાબૂદ કરવાના હેતુથી વર્ષોથી આ અભિયાન ચલાવવામાં આવી રહ્નાં છે. જે અંતર્ગત ગત રવિવારે દેશભરમાં તેમજ ગુજરાતના તમામ જિલ્લાઓ, તાલુકાઓ અને શહેરી વિસ્તારોમાં ઝીરો થી પાંચ વર્ષનાં બાળકોને પોલિયાના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા. જોકે, વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કુલ ૪૪૪૦૬ બાળકો પૈકી ના ૩૬,૯૬૪ બાળકો ને પોલિયોના બે ટીપા પીવડાયા હતા અને વંચિત રહી ગયેલા ૭૪૪૨ બાળકોને હવે વાપી મહાનગરપાલિકા દ્વારા તારીખ ૨૬ અને ૨૭ નવેમ્બરના રોજ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ કામગીરીમાં વાપી અર્બન હેલ્થ વિભાગના અંડરમાં આવતા વટાર છીરી કરવડ ડુંગરા વાપી ગીતા નગર અને વાલ્મિકી હેલ્થ વિભાગ ની કુલ સાત જેટલી યુપીઍસસી વિભાગના આશાવર્કર, બાલવાડી અને આંગણવાડી વર્કરો તેમજ અન્ય તાલુકાઓમાંથી આરોગ્ય વિભાગના કર્મચારીઓને અહીં સેનાદ કરી તેઓ વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા દરેક વિસ્તારના ઘરે-ઘરે પહોંચીને બાકી રહી ગયેલા બાળકોને પોલિયાના બે ટીપા પીવડાવશે.આ સમગ્ર કામગીરી વાપી મહાનગરપાલિકાના હેલ્થ વિભાગના ઇન્ચાર્જ ડૉ. મોનિક પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવશે.
