વઘઈના નિવૃત્ત જવાન સાથે છેતરપિંડી
- byDamanganga Times
- 26 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૨૫ ઃ ડાંગના વઘઈ તાલુકાના માછળીગામમાં રહેતા અને ઍસઆરપીમાંથી નિવૃત્ત થયેલા જયરામભાઈ કાળુભાઈ બાગુલ સાથે ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા અપાવવાના બહાને ૧૦.૩૮ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.અમદાવાદના ઈમિગ્રેશન ઍજન્ટ હિતેશભાઈ નગીનભાઈ પટેલે વિદેશમાં નોકરીની તક ઊભી કરવાની ખાતરી આપી વિશ્વાસ કેળવ્યો હતો. અગાઉ દીકરાને આયર્લેન્ડ મોકલવા માટે બેંક બેલેન્સની વ્યવસ્થા કરી આપનાર ઍજન્ટ સાથેના વિશ્વાસનો લાભ લઈને ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા માટે પરિવારના બે સભ્યો અને જમાઈ સહિત કુલ ત્રણ લોકોને વિદેશ મોકલવાની વાત કરવામાં આવી હતી. ઍજન્ટે દરેક વ્યક્તિ દીઠ ૨ લાખ રૂપિયા ખર્ચ થશે તેમ જણાવી જુદા-જુદા બેંક ખાતાઓમાં શ્ભ્ત્ મારફતે રકમ જમા કરાવવા જણાવ્યું હતું. ફરિયાદીઍ પોતાના ઞ્ભ્જ્ ફંડમાંથી નાણાં ઉપાડીને શરૂઆતમાં ૩ લાખ રૂપિયા બેંક ઓફ બરોડાના ખાતામાં અને ત્યારબાદ બીજા ૩ લાખ રૂપિયા અન્ય ખાતામાં શ્ભ્ત્ દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત મેડિકલ, ફાઈલ ચાર્જ તથા અન્ય ખર્ચના નામે વધુ રકમ પડાવવામાં આવી હોવાનો આક્ષેપ છે, જેના કારણે કુલ ૧૦.૩૮ લાખ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ રકમ ઍજન્ટ હિતેશભાઈ નગીનભાઈ પટેલ, તેમના પત્ની શિવાંગીબેન (મૂળ ગામ બરેજા, તા. લેકોઈ, જી. અમદાવાદ ગ્રામ્ય; હાલ મણિનગર, અમદાવાદ) તેમજ ઓફિસના કર્મચારીઓના ગૂગલ પે અને ફોન પે મારફતે મોકલવામાં આવી હતી. પરિવારના સારા ભવિષ્યની આશાઍ નિવૃત્તિની મૂડી અને મહેનતની કમાણી ગુમાવનાર નિવૃત્ત જવાને આ મામલે ૧૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ વઘઈ પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે, જેની આગળની તપાસ ભ્લ્ત્ ઍસ.સી. ગામિત ચલાવી રહ્ના છે.
