ભાગડાવડા તળાવ પર અચાનક ખોદકામ કેમ ?
- byDamanganga Times
- 26 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૫ ઃ વલસાડ નજીક આવેલી ભાગડાવડા ગ્રામ પંચાયત વિસ્તારના મોરાભાગડાગામ તળાવની જમીનમાંથી માટી ખોદકામ કરવામાં આવી રહ્નાં હોવાનો મામલો સામે આવતા સ્થાનિક રાજકારણ અને ગ્રામજનોમાં ભારે ચર્ચા જાગી છે. તળાવ પાસે ચાલી રહેલી આ ખોદકામની કામગીરીને લઈને સ્થાનિક રહેવાસીઓમાં અનેક શંકા-કુશંકાઓ સાથે સવાલો ઊભા થયા છે.સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ગામ તળાવ નજીક ચાલી રહેલા આ માટી ખોદકામ અંગે ગ્રામજનોને અગાઉથી કોઈ પણ પ્રકારની જાણ કે માહિતી આપવામાં આવી નથી. અચાનક શરૂ થયેલી આ કામગીરીને પગલે સ્થાનિકોઍ ગ્રામ પંચાયતની ભૂમિકા સામે સીધા સવાલો ઉઠાવ્યા છે.
