વાપીના જ્વેલર્સ પર હુમલાનાં ત્રણેય આરોપી સબજેલ ભેગા
- byDamanganga Times
- 26 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૫ ઃ વાપીના જ્વેલર્સ ઉપર થયેલા હુમલા કેસમાં ત્રણેય આરોપીઓને આજે વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ત્રણેયને નવસારી સબ જેલમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો.
હુમલા બાદ સ્થળ પરથી ઍક આરોપી ઝડપાઈ ગયો હતો, જ્યારે બાકીના ભાગી છૂટેલા બે આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પોલીસે સુરતથી ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ ત્રણેય આરોપીઓ યુવરાજ સુખદેવ સિંહ, લવપ્રીત નિર્મલ સિંહ તથા અનમોલ બાલવીરસિંહને કોર્ટમાં રજૂ કરી ૮ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ગત રવિવારે ત્રણેયના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા હતા જેમાં જુગરાજ ઉર્ફે યુવરાજને મેડિકલ ચેકઅપ કરાવી પરત ફરતીવેળા તેણે ડ્રાઈવર કમ ઍ ઍસઆઈ સુનિલ મિશ્રા અને ઍસઓજી પીઆઈ પરમાર ઉપર હુમલો કર્યો હતો. આ દરમિયાન પીઍસઆઈઍ સ્વબચાવમાં આરોપી જુગરાજને પગમાં ગોળી મારી હતી. ઘાયલ થયેલા આરોપીને પહેલા વાપી સિવિલ અને બાદમાં વલસાડ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સાજો થયા બાદ આજે રિમાન્ડ પૂરા થતાં ત્રણેય આરોપીઓને વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં નવસારી સબ જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો.
બીજી તરફ આજે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે કોર્ટ પરિસર બહાર ઍકત્ર થયેલા વાપીના જ્વેલર્સ ઓ ઍ જ્વેલર્સ ઍસોસિઍશન પ્રમુખ અમૃતભાઈ સોનીની આગેવાનીમાં વલસાડ જિલ્લા પોલીસની આ કેસમાં હુમલાખરોને ત્રણ જ કલાકમાં ઝડપી પાડવાની કામગીરીને બિરદાવી વલસાડ પોલીસ જિંદાબાદના સૂત્રો પોકાર્યા હતાં.
