ગણદેવીનાં દેસાડ ગામે ઝાડી-ઝાંખરામાં આગ
- byDamanganga Times
- 26 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૨૫ ઃ ગણદેવી નાં દેસાડ ગામે રહેણાંક વિસ્તારમાં કચરામાં બુધવાર સવારે આગ લાગી હતી. જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં ગણદેવી નગરપાલિકાનું ફાયર ફાયટર ઘટનાસ્થળે ધસી આવ્યું હતું. અને અર્ધા કલાકમાં આગ કાબુમાં લીધી હતી.
ગણદેવી નજીક દેસાડ ગામે રહેતા સોમાભાઈ કારાભાઈ અને રામીબેન સુમનભાઈ હળપતિનાં મકાનો લગોલગ કચરા નાં ઢગલા અને ઝાડી ઝાંખરામાં બુધવાર સવારે ૯ કલાકનાં અરસામાં ઍકાઍક આગ લાગી હતી. જોતજોતામાં પવનને પગલે આગ નાં લપકારા વિકરાળ બન્યા હતા.
જેને પગલે લોકો નાં જીવ અધ્ધર થયા હતા. ઘટના અંગે ગણદેવી નગરપાલિકાને જાણ કરાતા ફાયર ફાયટર સાથે લાશકરો ધસી આવ્યા હતા. અને વ્યૂહાત્મક પાણી નો મારો ચલાવી ૩૦મિનિટ માં આગ કાબુમાં કરી હતી. જેને પગલે રહેણાંક મકાનધારકો ઍ હાશકારો અનુભવ્યો હતો.
