Damanganga Times.

Damanganga Times.

November 26, 2026

ડુંગરી ગામે મકાનમાં છાપો મારી ૩.૩૦ લાખના દારૂ સાથે બુટલેગર ઝડપાયો

ડુંગરી ગામે મકાનમાં છાપો મારી ૩.૩૦ લાખના દારૂ સાથે બુટલેગર ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૫ ઃ વલસાડ ઍલસીબીની ટીમે વલસાડના ડુંગરી ગામે આવેલા ફળિયામાં મકાનમાં છાપો મારતા ૩.૩૦ લાખના મુદ્દામાં સાથે નામચીન બુટલેગર ની ધરપકડ કરી છે જો કે આ બુટલેગર વિરુદ્ધ ડુંગરી પોલીસ મથકમાં ૨૨ વલસાડ સીટી પારડી વાપી પોલીસ મથકમાં  કુલ ૨૫ જેટલા ગુના નોંધાયેલા છે.

 વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ, ન્ઘ્ગ્ના પી.આઈ. ઍ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પી.ઍસ.આઈ. જે.જી. વસાવા અને તેમની ટીમ વલસાડ જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન  ચોક્કસ બાતમી મળી હતી કે  વલસાડના ડુંગરી ભરા ફળીયામાં રહેતો લિસ્ટેડ બુટલેગર યોગેશ ઉર્ફે શિવો ભગુભાઈ રડકાભાઈ ઘોડીયા પટેલ (ઉં.વ. ૩૫) પોતાના ઘરે  દારૂ સંતાડીને રાખી તેનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે છાપો મારતા   ઘરમાંથી વ્હિસ્કી, વોડકા અને બિયરની કુલ ૮૫૦ નંગ બોટલ/ટીન  ની  કિંમત ૩,૩૦,૬૨૭   રૂપિયા ઍક મોબાઇલ કિંમત ૫૦૦ મળી કુલ ૩,૩૧,૧૨૭ રૂપિયાના મુદ્દા માલ સાથે આરોપીની ધરપકડ કરી હતી.