Damanganga Times.

Damanganga Times.

November 26, 2026

ઉમરગામ પાલિકાની ઓચિંતી મુલાકાત

ઉમરગામ પાલિકાની ઓચિંતી મુલાકાત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા.૨૫ ઃ આજે સાંસદ ધવલભાઈ પટેલે ઉમરગામ નગરપાલિકાની ઓચિંતી મુલાકાત લઈ સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ દરમિયાન નાગરિકોને પડતી વિવિધ સમસ્યાઓ અને મુશ્કેલીઓ અંગે જાણકારી મેળવી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા.

તેમજ નગરપાલિકાના વિવિધ અધિકારીઓ સાથે ચર્ચા કરી નાગરિકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે અને નગરપાલિકાની સેવાઓ વધુ સરળતાથી લોકો સુધી પહોંચે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકાના કાઉન્સિલરો સાથે પણ નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન નગરપાલિકા પ્રમુખ ખુશબુબેન જાધવ, ભાજપા ઉમરગામ શહેર પ્રમુખ  મયંકભાઈ પ્રેસવાલા સહિત સ્થાનિક આગેવાનો અને નગરપાલિકાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્ના હતા.