Damanganga Times.

Damanganga Times.

November 26, 2026

આહવામાં પતિ સામે આડા સંબંધોનો આક્ષેપ કરી પત્નીઍ ફરિયાદ નોંધાવી

આહવામાં પતિ સામે આડા સંબંધોનો આક્ષેપ કરી પત્નીઍ ફરિયાદ નોંધાવી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા.૨૫ ઃ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં પારિવારિક વિખવાદ અને કથિત પ્રેમપ્રકરણની ઍક ઘટના સામે આવી છે. આહવાના ડુંગરી ફળિયામાં રહેતી ૩૭ વર્ષીય મહિલાઍ પોતાના પતિ સામે અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખવા ઉપરાંત શારીરિક તથા માનસિક પીડા આપવાના આક્ષેપ સાથે ૧૮ નવેમ્બર ૨૦૨૬ના રોજ ડાંગના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે.ફરિયાદની વિગતો અનુસાર, લગ્નજીવનના શરૂઆતના વર્ષો શાંતિપૂર્ણ રહ્ના હતા, પરંતુ ૨૦૨૨થી પતિના અન્ય મહિલા સાથેના કથિત સંબંધોને કારણે ઘરમાં અણબનાવ શરૂ થયા હતા. મહિલાનો આક્ષેપ છે કે ત્યારબાદ પતિના સ્વભાવમાં પરિવર્તન આવ્યું હતું અને કોઈ વાતનો વિરોધ કે પૂછપરછ કરવામાં આવે તો અપમાનજનક શબ્દો, ગાળાગાળી તથા મારઝૂડ કરવામાં આવતી હતી. સંતાનના ભવિષ્યની ફિકર અને ઘરસંસારમાં વધી રહેલા મતભેદો વચ્ચે પરિવારને બચાવી રાખવા મહિલાઍ અનેક પ્રયત્નો કર્યા હતા, પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો ન થતાં આખરે તેમણે પોલીસની મદદ લેવી પડી હતી.પતિ વિરુદ્ધ નોંધાયેલી આ ફરિયાદના આધારે મહિલા ખ્લ્ત્ સંગીતાબેન સેવરે દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.