કલસરથી દારૂ લઈ જતી ચાર મહિલા ઝડપાઈ
- byDamanganga Times
- 26 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૨૫ ઃ પારડી તાલુકા ના કલસર ગામે જાહેર રસ્તા પરથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો લઈ જતી ચાર મહિલાઓને પારડી પોલીસે ઝડપી પાડી હતી પોલીસે ચારેય મહિલાઓના કબજામાંથી દારૂ, વ્હિસ્કી, વોડકા, જિન અને બિયરના કુલ ૯૧૨ બોટલ, પાઉચ તથા ટીન મળી કુલ ૨૨૫.૨૪૦ લિટર દારૂનો જથ્થો જ કર્યો હતો જ કરાયેલા મુદ્દામાલની કિંમત આશરે રૂ.૧.૫૬ લાખ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પારડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ શોધવા માટે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન કલસરમાં ચાર મહિલાઓ ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો સગેવગે કરી રહી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી ચોકી ફળિયા વિસ્તારમાં બાબભાઈના માચા પાસે જાહેર રસ્તા પર તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ચાર મહિલાઓ થેલાઓ સાથે શંકાસ્પદ હાલતમાં ઊભેલી જોવા મળતાં પોલીસે તેમને કોર્ડન કરી પૂછપરછ કરતા થેલાઓમાં દારૂનો જથ્થો હોવાનું કબૂલતાં મહિલા પોલીસ કર્મચારીની હાજરીમાં પંચો રૂબરૂ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન થેલાઓમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો, પાઉચ તથા બિયરના ટીન મળી આવ્યાં હતાં.
