Damanganga Times.

Damanganga Times.

November 26, 2026

નાનાપોંઢામાં છાપો મારી ૩૨.૨૧ લાખના મુદ્દામાલ સાથે ૬ બુટલેગરો ઝડપાયા

નાનાપોંઢામાં છાપો મારી  ૩૨.૨૧ લાખના મુદ્દામાલ સાથે ૬ બુટલેગરો ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૫ ઃ ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમેને મળેલી બાતમી આધારે   નાનાપોંઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા   બાલચોંડી કોલક  નદી પાસેથી ૩૨.૨૧ લાખના મુદ્દામાલ સાથે ૬ બુટલેગરો ની ધરપકડ કરી છે જ્યારે દારૂ ભરાવનાર  દમણ અને વડોદરાના ૪ આરોપી વોન્ટેડ જાહેર કર્યા છે.

 ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ વલસાડ જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરતી હતી તે દરમિયાન  લ્પ્ઘ્ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે દમણ તરફથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો નાનાપોંઢાના રસ્તે ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્ના છે. 

આ બાતમીના આધારે લ્પ્ઘ્ઍ નાનાપોંઢાથી બાલચોંઢી તરફ જતા માર્ગ પર, કોલક નદી નજીક નારીયેળી ફળિયામાં ઉસ્માન ટીમ્બરની સામે જાહેર રોડ પર વોચ ગોઠવી  જાહેર રોડ પરથી ૭૦ પેટી બિયર તેમજ દારૂનો જથ્થો મળી કુલ ૨૮૯ બોટલ કિંમત રૂપિયા ૧૧,૬૮,૦૮૩ રૂપિયા બે વાહનો અને સાત મોબાઈલ મળી કુલ ૩૨,૨૧,૫૮૩ નો મુદ્દામાલ પોલીસે આરોપી હુસેન સુમાભાઈ સંધી — રહેવાસી પાલેજ, જિલ્લો ભરૂચ,  ફૈયાઝખાન હુસેનખાન પઠાણ — રહેવાસી પાલેજ, જિલ્લો ભરૂચ,  નિર્મ તુળજીભાઈ ચૌધરી — રહે. ધરમપુર, જિલ્લો વલસાડ,  પિયુષ મુકેશભાઈ પટેલ,  શિવાંગ રણજીતભાઈ પટેલ,  રૂત્વિક અનિલભાઈ પટેલ — ત્રણે  રહે. ચીખલી-વાંસદા,  જિલ્લો નવસારી ને ધરપકડ કરી હતી 

દારૂના  આંતરજિલ્લા નેટવર્કમાં દારૂ ભરી આપનાર અને મંગાવનાર દમણ તથા વડોદરાના ચાર શખસો માં મયુર સોલંકી ઉર્ફે મયુર પંચાલ — રહે. નાની વાંકડ, દમણ ૨ મિત્તલ પટેલ — રહે. નાની વાંકડ, દમણ,  બોસ નામનો શખસ — રહે. -તાપનગર, વડોદરા, અજાણ્યો ઈસમ રહે. ખાનવેલ ખાતે દારૂ ભરેલી ગાડી પહોંચાડવા આવેલો ઈસમ   ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. સમગ્ર મામલે ઝડપાયેલા ૬ અને વોન્ટેડ ૪ મળી કુલ ૧૦ આરોપીઓ વિરુદ્ધ નાનાપોંઢા પોલીસ મથકમાં પ્રોહિબિશન ઍક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.