નોગામામાં બાઈક ડિવાઇડર સાથે અથડાતા ઍકનું મોત
- byDamanganga Times
- 26 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૨૫ ઃ ચીખલી તાલુકાના નોગામા ગામે ઍક મોટરસાયકલ રાત્રિના સમયે ડિવાઇડર સાથે અથડાતા મોટરસાયકલ ઉપર સવાર ત્રણ ઈસમો માંથી ઍક ઇસમ ને શરીરે ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની ઘટના ચીખલી પોલીસ મથકે નોંધાવા પામી છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ખારેલથી ટાંકલ જતા રોડ ઉપર નોગામા ગામની હદમાં આહીરવાસ પાસે હનુમાનજી મંદિર નજીક રાત્રિના પોણા અગિયારેક વાગ્યાના અરસામાં ઍક વગર નંબરની હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નો ચાલક હિતેશ ભરતભાઈ પટેલ હળપતિ રહે. ગણદેવા ગામ નાણાંકુઈ ફળિયું તા. ગણદેવી મૂળ રહે. નોગામા ગામ ભૂરી ફળીયા તા. ચીખલી જે તેજસ છનાભાઈ હળપતિઉ.વ. ૨૧ તથા કાર્તિક સાથે ગાડી ઉપર જઈ રહ્ના હતા દરમિયાન હિતેશ હળપતિઍ પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી રોડ વચ્ચે આવેલ ડિવાઇડર સાથે મોટરસાયકલને અથડાવી દેતા આ ત્રણેય જણા મોટરસાયકલ ઉપરથી પડી જતા તેજસ હળપતિને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમજ શરીરે ઇજા પહોંચતા -થમ સારવાર ખારેલ હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સવારે સારવાર દરમિયાન તેજસ છનાભાઈ હળપતિ નું મોત નીપજ્યું હતું બનાવ અંગેની ફરિયાદ છનાભાઈ ડાયાભાઈ હળપતિ ના ઍ ચીખલી પોલીસ મથકે કરતા આગળની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.
