વાપીમાં ઘરફોડ ચોરીના મુખ્ય આરોપીને કર્ણાટકથી ટ્રાન્સફર વોરંટથી લવાયા
- byDamanganga Times
- 26 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૫ ઃ વાપી નૂતનનગર વિસ્તારમાં થયેલી દિવસની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી વલસાડ જિલ્લા પોલીસે આંતરરાજ્ય ચોર ટોળકીના બે ઇસમોની ધરપકડ કરી છે.
ગત તા. ૦૪/૦૨/૨૦૨૬ના રોજ નૂતનનગર ફલેટ નંબર-૩૦૨, ઍ વિંગ, રાધાકૃષ્ણ ઍપાર્ટમેન્ટ, આયુષ હોસ્પિટલની પાસે, નૂતનનગર, તા. વાપી ખાતે બે અજાણ્યા ઇસમોઍ ફરિયાદીના મકાનના મુખ્ય દરવાજા આગળ મારે લોખંડની ગ્રીલવાળા દરવાજાના નકુચા કોઈ હથિયાર વડે તોડી મકાનમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલ લોખંડના કબાટ તથા લાકડાના કબાટના ખાના કોઈ સાધન વડે તોડી કબાટમાં રાખેલ સોનાની ચેન નંગ-૩ કિ. રૂ. ૩૮,૨૦૦ સોનાનું બ્રેસલેટ કિ. રૂ. ૨૦,૫૦૦, સોનાની કાનની બુટ્ટી જોડી નંગ-૨ કિ. રૂ. ૧૩,૫૦૦ સોનાની લગડી (સિક્કો) નંગ-૧ કિ. રૂ. ૨૩,૦૦૦ તથા ચાંદીની પગમાં પહેરવાની પાયલ નંગ-૪ કિ. રૂ. ૧૪,૩૦૦મળી સોના-ચાંદીના દાગીના કુલ્લે કિ. રૂ. ૧,૯૫,૬૦૦ની મત્તાની ચોરી થયેલી હતી. આ અંગે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હતો.
આ ગુનાનો ભેદ ઉકેલવા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા આઇપીઍસની સૂચના અને પો.ઇન્સ. ઍ.યુ.રોજ, ઍલસીબી વલસાડના માર્ગદર્શન મુજબ ઍલસીબી વલસાડના પો.સ.ઈ. જે.જી.પરમાર તથા ઍલસીબી સ્ટાફ તથા વાપી ટાઉન પીઆઈ કેવી ઝાલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યા તથા આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી ટેકનિકલ ઍનાલીસીસ હાથ ધરવામાં આવેલ. જેમાં બે શંકાસ્પદ ઇસમોની બનાવ સમયે ગુનાવાળી જગ્યાઍ અવર જવર જોવા મળેલ અને તે ઇસમોના ફોટોગ્રાફ આધારે તેઓની ઓળખ કરવા ટીમના માણસો ટેકનિકલ ઍનાલીસીસ તેમજ હ્નામન ઇન્ટેલિજન્સ કાર્યરત હતા દરમિયાન ઍલસીબી વલસાડના પો.સ.ઈ. જે.જી.પરમારની ટીમને મળેલ હકીકત આધારે ઉપરોક્ત દિવસની ઘરફોડ ચોરીમાં રીઢા ચોર અરમાન ઉર્ફે અમન સોની શોકીન ખાન તથા સંજીવકુમાર ઉર્ફે જોની વિશ્વુ નાઓને કર્ણાટક રાજ્યના દક્ષિણ કન્નડ જિલ્લાના મેંગ્લોર નોર્થ પોલીસ સ્ટેશનના કોઈ ગંભીર ગુનામાં અટક કરવામાં આવેલ હોવાની માહિતી મળી આવેલ. જેથી ઉપરોક્ત વાપી ટાઉન પો.સ્ટે.ની દિવસની ઘરફોડ ચોરીના ગુના કામે આરોપીઓની સંડોવણી હોય જેથી આરોપીઓને ઍલસીબી વલસાડ તથા વાપી ટાઉન પો.સ્ટે. દ્વારા કબજો મેળવી ઉપરોક્ત ઘરફોડ ચોરીના ગુનામાં અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.પકડાયેલ આરોપીઓમાં અરમાન ઉર્ફે અમન સોની શોકીન ખાન, ઉ.વ. ૩૫, રહે. દિલ્હી ,સંજીવકુમાર ઉર્ફે જોની વિશ્વુ, ઉ.વ. ૩૫, રહે. ન્યુ દિલ્હીનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કુલ ૨૭ ગુના નોંધાયેલા પકડાયેલ આરોપીઓ સામે તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ આરોપીઓ સામે મહારાષ્ટ્રમાં ૧૭ અને કર્ણાટકમાં ૧૦ મળી કુલ ૨૭ જેટલા ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓ અલગ અલગ રાજ્યોમાં ફરીને દિવસના સમયે બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે.
