Damanganga Times.

Damanganga Times.

November 26, 2026

વાપી જાયન્ટ્સ ગ્રુપનું ૧૮ ઍવોર્ડથી સન્માન કરાયું

વાપી જાયન્ટ્સ ગ્રુપનું ૧૮ ઍવોર્ડથી  સન્માન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૫ ઃ  સુરત ખાતે  જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત સિલ્ક સિટી દ્વારા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશનની બીજી મલ્ટી યુનિટ કોન્ફરન્સ અને કન્વેન્શન-૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપીથી ખંભાત સુધીના વિવિધ જાયન્ટ્સ ગ્રુપના હોદ્દેદારો અને સભ્યોઍ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જાયન્ટ્સના ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન પી.વી. જોશીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ વાપી તરફથી પ્રમુખ રિતેશ રાવલ, ઍસ.સી.ઍમ. બાલકૃષ્ણ શેટ્ટી, ડી.ઍ. ખ્યાતિ રાવલ, ડી.ઍફ. રજની શેટ્ટી, ભૂતપૂર્વ પ્રમુખ હિરેન ગોર સહિત સભ્યો ઉપસ્થિત રહ્ના હતાં. કોન્ફરન્સમાં વર્ષ ૨૦૨૬ દરમિયાન કરવામાં આવેલી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ બદલ જાયન્ટ્સ ગ્રુપ ઓફ વાપીને વિવિધ કેટેગરીમાં કુલ ૧૮ ઍવોર્ડ ઍનાયત કરી સન્માનિત કરવામાં આવ્યું હતું. ગ્રુપની ૨૫ વર્ષની સિલ્વર જ્યુબિલી સફરમાં આ સિદ્ધિ ગૌરવરૂપ બની છે.

ગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને જરૂરિયાતમંદોને સહાય સહિતના ક્ષેત્રોમાં ૨૦ જેટલા સેવાકીય પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા હતાં. સાથે જ સભ્ય સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. ગ્રુપના પ્રમુખ રિતેશ રાવલે જણાવ્યું હતું કે, ૧૮ ઍવોર્ડ સમગ્ર ટીમની ઍકતા, સમર્પણ અને સેવાભાવનાનું પરિણામ છે.