Damanganga Times.

Damanganga Times.

November 26, 2026

વાપી-દમણ રોડ પહોળો કરાયો તો તેના ઉપર વાહન ચાલકોને અડિંગો

વાપી-દમણ રોડ પહોળો કરાયો તો તેના ઉપર વાહન ચાલકોને અડિંગો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૫ ઃ ચલા સર્કલથી આગળ વાપી-દમણ રોડ માટે જમીન સંપાદન કર્યા બાદ ડામર પાથરી રોડ પહોળો કરવામાં આવ્યો હતો, જેથી વાહન ચાલકોને રાહત મળશે તેવી આશા હતી. પરંતુ હવે આ પહોળા કરાયેલા રોડ ઉપર જ ર્પાકિંગના અડિંગાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે.

અહીં ખાનગી જમીનમાં વિકસાવેલા ખાણીપીણીના સ્ટોલ પર આવતા અસંખ્ય ગ્રાહકોના વાહનો આ રોડ ઉપર જ પાર્ક કરવામાં આવતા હોય છે. જેના કારણે પહોળો કરાયેલો રોડ ફરી સાંકડો બની જાય છે. રાત્રે અન્ય વાહન ચાલકોને ભારે અગવડનો સામનો કરવો પડે છે.

ખાસ કરીને શનિવાર અને રવિવારે સાંજથી મોડી રાત સુધી અહીં અરાજક પરિસ્થિતિ સર્જાય છે. બંને તરફ વાહનો પાર્ક થઈ જતા ટ્રાફિક જામ થાય છે અને અકસ્માતનો ભય પણ રહે છે. ઉપરાંત અહીં સ્ટ્રીટ લાઈટ પણ નથી, જેના કારણે રાત્રે અંધારામાં વાહન ચલાવવું વધુ જોખમી બની જાય છે.

આ અંગે મનપા તંત્ર ધ્યાન આપે તે જરૂરી છે અને આ જાહેર માર્ગ ઉપરના દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરે તેવી અન્ય વાહન ચાલકોની માગ છે.