વાપી આર.જી.ઍ.ઍસ. હાઈ.ના વ્યાયામ શિક્ષકે રાજયકક્ષાઍ ૧ ગોલ્ડ, બે સિલ્વર જીત્યા
- byDamanganga Times
- 26 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ તા.૨૨/૧૧/૨૦૨૬ના રોજ ૯દ્દત્ર્ ગુજરાત રાજ્ય માસ્ટર્સ ચેમ્પિયનશિપનું આયોજન ઍમ. ઍસ. યુનિવર્સિટી, વડોદરા મુકામે યોજાયો હતો. આ ચેમ્પિયનશિપમાં વલસાડ જિલ્લાના આર.જી.ઍ.ઍસ. હાઇસ્કુલ, વાપીના વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા પિયુષ કુમાર છોટુભાઈ કેપ્ટન ૫૦ ( ષ્ટશ્ર્યસ્ન્ ) વય જૂથમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. લાંબી કૂદમાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ, ૪૦૦ મીટર દોડમાં દ્વિતીય ક્રમ મેળવી સિલ્વર મેડલ અને ૩ કિ. મી. વોક ( ર્ષ્ીશ્રત્ત્ )માં સેકન્ડ ક્રમ પ્રા કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો. આમંત્રિત મહેમાનઓના વરદ હસ્તે મેડલ તેમજ સર્ટિફિકેટ આપી નવાજવામાં આવ્યા હતાં.
આમ વલસાડ જિલ્લા તથા શાળાનું નામ રોશન કરવા બદલ વલસાડ જિલ્લા રમત - ગમત અધિકારી જી.જી. ગળવી સર તેમજ શાળાના ઇન્ચાર્જ આચાર્ય નીતાબેન ડી. ઠાકોર તથા શાળા પરિવારે પિયુષ કેપ્ટનને અભિનંદન પાઠવ્યા હતાં.
