Damanganga Times.

Damanganga Times.

November 26, 2026

વાપીની ફેલોશિપ મિશન સ્કુલમાં ‘કૌશલ વિકાસ’ તાલીમ કાર્યક્રમ યોજાયો

વાપીની ફેલોશિપ મિશન સ્કુલમાં ‘કૌશલ વિકાસ’ તાલીમ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૫ ઃ શિક્ષણની ગુણવત્તામાં સતત સુધારો લાવવા અને શિક્ષકોને આધુનિક શિક્ષણ પદ્ધતિઓથી સજ્જ કરવા માટે ફેલોશિપ મિશન સ્કૂલ, વાપી ખાતે મંગળવાર, તા.૨૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સીબીઍસઈ દ્વારા ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ ‘કૌશલ વિકાસ – ચ્ૃષ્ટંરૂફૂશ્વજ્ઞ્િઁં ર્વ્ફૂણૂત્ર્ફૂશ્વસ્ન્, ર્વ્શ્વીઁસ્ન્શ્ંશ્વૃજ્ઞ્િઁં ર્ઘ્શ્રીસ્ન્સ્ન્શ્વંંસ્ન્, લ્ર્ત્ર્ીષ્ટજ્ઞ્િઁં વ્ૃંંશ્વશ્વંરૂ’નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ઓડિટોરિયમમાં સવારે ૭ઃ૩૦થી સાંજે ૪ઃ૩૦ વાગ્યા સુધી યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓના શિક્ષકોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમમાં મુખ્ય સંસાધન વ્યક્તિ તરીકે સીબીઍસઈ રિસોર્સ પર્સન કલ્પના ચૌધરી તથા સીબીઍસઈ માસ્ટર ટ્રેનર અને ઍનડીડીબી કેમ્પસ, આણંદ, ગુજરાતના આચાર્ય તેજશકુમાર ઍચ. દેસાઈ ઉપસ્થિત રહ્ના હતાં. બંને નિષ્ણાતોઍ પોતાના જ્ઞાન, અનુભવ અને માર્ગદર્શન દ્વારા શિક્ષકોને તાલીમ આપી હતી. 

શિક્ષકોને સશક્ત બનાવવાથી વર્ગખંડમાં સકારાત્મક પરિવર્તન આવે છે અને તેના પરિણામે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વધુ સક્ષમ શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ થાય છે.

સશક્ત શિક્ષક, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય  ઍ જ કૌશલ વિકાસનો મૂળ મંત્ર છે.