Damanganga Times.

Damanganga Times.

November 26, 2026

સેલવાસ ગાયત્રી મંદિરમાં તુલસી વિવાહ ઉત્સવ ઉજવાયો

સેલવાસ ગાયત્રી મંદિરમાં તુલસી વિવાહ ઉત્સવ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૨૫ ઃ  મંગળવારે ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ગાયત્રી મંદિર ખાતે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે હેમંત પટેલના નિવાસસ્થાનેથી ભગવાન શાલિગ્રામનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જે ગાયત્રી મંદિર ખાતે પહોંચ્યો હતો. ગાયત્રી મંદિર ખાતે માતા તુલસી અને ભગવાન શાલિગ્રામના વિવાહ સંપન્ન થયા હતાં. આ ધાર્મિક પ્રસંગે સેંકડો શ્રદ્ધાળુઓઍ ઉપસ્થિત રહી પુણ્યલાભ મેળવ્યો હતો. શ્રદ્ધાળુઓની ઉત્સાહભેર ઉપસ્થિતિથી મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ રહેલું છે. આ આયોજન સનાતન સંસ્કૃતિ, ધાર્મિક આસ્થા, સામાજિક ઍકતા અને ભારતીય પરંપરાઓનું સુંદર ઉદાહરણ બન્યું હતું.