કલગામના હનુમાનજી મંદિરે હવન-પૂજા અને મહાપ્રસાદનું આયોજન કરાયું
- byDamanganga Times
- 26 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ દેવ દિવાળી ઍટલે કે કારતક સુદ પૂનમના પાવન પર્વ નિમિત્તે ઉમરગામ તાલુકાના કલગામ ખાતે આવેલા હનુમાનજી મંદિરે હવન અને પૂજાનું ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હનુમાનજી ભક્તો જોડાયા હતાં. વાપીના સામાજિક કાર્યકર્તા અને સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય મહામંત્રી ઉત્તમભાઈ પટેલ તથા તેમના પરિવાર દ્વારા કલગામ ખાતે આવેલ જાણીતા ઍવા હનુમાનજી મંદિર પરિસરમાં હવન અને પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં હનુમાનજી ભક્તોઍ ઉપસ્થિત રહી મહાપ્રસાદનો લાભ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ઉત્તમભાઈ પટેલ પરિવાર દ્વારા વાપી, પારડી અને આસપાસના વિસ્તારોમાં અવારનવાર સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને પણ પરિવાર દ્વારા સતત મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવે છે. દેવ દિવાળીના પવિત્ર પર્વે યોજાયેલા આ ધાર્મિક આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ જોવા મળી હતી.
