Damanganga Times.

Damanganga Times.

November 26, 2026

તિથલમાં ૩૨ હજાર હરિભક્તોની સભા યોજાઈ

તિથલમાં ૩૨ હજાર હરિભક્તોની સભા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 વલસાડ, તા. ૨૫ ઃ બી.ઍ.પી.ઍસ. સ્વામિનારાયણ મંદિર તીથલમાં પરમ પૂજ્ય મહંત સ્વામીની દિવ્ય ઉપસ્થિતિમાં ઍક વિરાટસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે ૩૨,૦૦૦થી વધુ હરિભક્તો અને ભાવિકો ઉપસ્થિત રહી પૂજય મહંત સ્વામી મહારાજનાં દિવ્ય દર્શન અને આશીર્વાદનો લાભ પ્રા કર્યો હતો.

આ સભાની વિશેષતા ઍ રહી હતી કે વલસાડ જિલ્લાના ૪૦૦થી વધુ ગામોના હરિભક્તો પોતાના ઘરેથી શ્રદ્ધાપૂર્વક હાથથી ફોલેલા અણીશુદ્ધ ચોખા તથા કલાત્મક હાર લઈને આવ્યા હતાં. જેને સૌ હરિભક્તોઍ ભક્તિભાવપૂર્ણ ગુરુહરિ શ્રી મહંતસ્વામી મહારાજને અર્પણ કરી પોતાની ભક્તિ અદા કરી હતી. મહંતસ્વામી મહારાજે પણ દરેક હરિભક્તોની વ્યક્તિગત પ્રાર્થનાઓ સ્વીકારી સૌને દેવ દિવાળીના પાવન પર્વના રૂડા આશીર્વાદ આપ્યા હતાં અને કહ્નાં હતું કે તમારી ભક્તિથી ખેંચાઈને જ અક્ષર પુરુષોત્તમ મહારાજ અને અમે અહીં આવ્યા છે. ભગવાન અને ગુણાતીત ગુરુની પ્રા થઈ ઍટલે આપણે રોજ રોજ દિવાળી છે. ઍનો વિશેષ મહિમા સમજવો તો ભક્તિ અને સેવાનો આનંદ આવે. સર્વે તને મને ધન્ય સુખી રહે ઍવા દેવ દિવાળીના શુભ આશિષ આપ્યા હતાં. 

સભામાં પધારેલા દરેક હરિભક્તો અને ભાવિકો પ્રવેશ સમયે પ્રસાદરૂપે ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતાં. સુવ્યવસ્થિત આયોજન અને ભક્તિમય વાતાવરણ વચ્ચે હજારો હરિભક્તોઍ આ દિવ્ય પ્રસંગનો લાભ લીધો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લાથી ગુજરાત સરકારના આદિજાતિ,કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય  ભરતભાઈ પટેલ, વલસાડ દાંગ જિલ્લાના સાંસદ અને લોકસભા દંડક ધવલભાઇ પટેલ, પુર્વ મંત્રી  જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા તેમજ અન્ય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્ના હતાં અને સૌ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં દર્શન કરી આશીર્વાદ પ્રા કર્યા હતાં.

મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં યોજાયેલી આ વિરાટ સભાઍ તીથલ સહિત સમગ્ર વલસાડને ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાના રંગે રંગી દીધું હતું.