પારડી હાઈવે પર દોરા ભરેલી ટ્રક પલ્ટી
- byDamanganga Times
- 26 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૫ ઃ પારડી નજીક નેશનલ હાઈવે પર ઍક મોટી દુર્ઘટના ટળી છે. વાપીથી વલસાડ તરફ જતાં ટ્રેક પર ખડકી ઓવરબ્રિજ ચડતી વખતે દોરા ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી. જોકે, આ અકસ્માતમાં ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. મળતી માહિતી મુજબ, ટ્રક નંબર ઝ઼ઝ઼ ૦૧ ણ્ ૯૩૭૩ સેલવાસથી દોરાનો જથ્થો ભરીને સુરત તરફ જઈ રહી હતી. દરમિયાન વાપીથી વલસાડ તરફના ટ્રેક પર પારડી નજીક આવેલા ખડકી બ્રિજ પર ચડતી વખતે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રક ધડાકાભેર પલટી મારી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ પારડી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં ટ્રક ડ્રાઈવરને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી અને તેનો ચમત્કારિક બચાવ થયો હતો. હાઈવે પર ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસે તાત્કાલિક ક્રેન બોલાવી હતી અને પલટી મારેલી ટ્રકને રસ્તાની સાઈડમાં ખસેડી વાહન વ્યવહાર શરૂ કરાવાયો હતો.
