Damanganga Times.

Damanganga Times.

November 26, 2026

ડુંગરી બ્રહ્મદેવ બાપાના મંદિરે લોકમેળામાં ઘોડાપૂર ઉમટયું

ડુંગરી બ્રહ્મદેવ બાપાના મંદિરે લોકમેળામાં ઘોડાપૂર ઉમટયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૫ ઃ વલસાડ તાલુકાના ડુંગરી ગામે ડુંગરની ટેકરી પર બિરાજમાન પૌરાણિક શ્રી ભ્રમદેવ બાપાના મંદિર પરિસરમાં વર્ષોની પરંપરા મુજબ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દેવ દિવાળીના પાવન પર્વ નિમિત્તે ભરાતા આ મેળામાં દર્શન અને આસ્થાનું અનેરું મહાત્મ્ય રહેલું છે.

ભ્રમદેવ બાપા પ્રત્યે ભક્તોમાં અતૂટ શ્રદ્ધા હોવાથી માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ સુરતથી લઈને મુંબઈ સુધીના શહેરોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે. 

આ ઉપરાંત ડુંગરી તેમજ આજુબાજુના વિસ્તારમાં આવેલા ૧૫થી ૨૦ ગામોના ગ્રામજનો પણ બહોળી સંખ્યામાં પરિવાર સાથે મેળાની મજા માણવા અને બાપાના આશીર્વાદ લેવા માટે પધારે છે.

દેવ દિવાળીના પર્વનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાથી મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળે છે. ડુંગર પર આવેલા આ રમણીય અને પવિત્ર સ્થાનકે ભક્તિમય માહોલની સાથે પરંપરાગત મેળાનો અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્ના છે.