વલસાડમાં મીરા રોડ માહ્નાવંશી મિત્ર મંડળનું દિવાળી સ્નેહમિલન યોજાયું
- byDamanganga Times
- 26 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૫ ઃ મીરા રોડ મહ્નાવંશી મિત્ર મંડળ દ્વારા આયોજિત દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ અત્યંત ઉત્સાહ અને સફળતાપૂર્વક સંપન્ન થયો છે. મંડળની ટીમના સુચારુ આયોજન, દૂરંદેશી અને ઉત્કૃષ્ટ ટીમ વર્કના કારણે આ કાર્યક્રમ યાદગાર બની રહ્ના હતો.
આ પ્રસંગે સમાજના અગ્રણી છબીલદાસ રાઠોડ અને કમલાબેન છબીલદાસ રાઠોડને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરી તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન બદલ તેમના પુત્ર મેહુલ સી. રાઠોડ અને પુત્રવધૂ અંજુમારા મેહુલ રાઠોડે સમિતિના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ ક્ષણને સમગ્ર પરિવાર માટે ગૌરવપૂર્ણ ગણાવી હતી.
રાઠોડ પરિવારે મંડળની સમાજસેવાની પ્રવૃત્તિઓને બિરદાવતા જણાવ્યું હતું કે, મીરા રોડ મહ્નાવંશી મિત્ર મંડળ સમાજ માટે આ જ રીતે ઉત્તમ કાર્યો કરતું રહે તેવી શુભેચ્છા છે અને મંડળના દરેક સામાજિક કાર્યમાં તેમના પરિવારનો હંમેશા સંપૂર્ણ સહયોગ રહેશે. અંતમાં, સૌના ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ માટે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી હતી.
