ધરમપુરમાં આપ દ્વારા મોîઘવારી અને ભેળસેળ સામે કાર્યવાહીની માંગ
- byDamanganga Times
- 26 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૫ ઃ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી કમલેશ પટેલની આગેવાની હેઠળ પાર્ટીના કાર્યકરોઍ ધરમપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર રજૂ કરી વધતી મોંઘવારી અને બજારમાં નકલી તથા ભેળસેળયુક્ત વસ્તુઓના વેચાણ સામે તંત્રનું ધ્યાન દોર્યું હતું.
આવેદનપત્રમાં ગેસ સિલિન્ડર, પેટ્રોલ - ડીઝલ, ખાદ્યતેલ, શાકભાજી સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના સતત વધતા ભાવને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો પર વધી રહેલા આર્થિક બોજ અંગે રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ બજારમાં નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓના વેચાણ સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
પાર્ટી દ્વારા જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ લાવવા, ભેળસેળયુક્ત વસ્તુઓના વેચાણ સામે કડક કાર્યવાહી કરવા તેમજ દુકાનો, બજારો અને ગોડાઉનોમાં નિયમિત તપાસ હાથ ધરવાની માંગ કરવામાં આવી હતી. મોંઘવારીથી સામાન્ય જનતાને રાહત મળે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની પણ અપીલ કરવામાં આવી હતી.
