Damanganga Times.

Damanganga Times.

November 25, 2026

રોલામાં મીડિયાકર્મીના બંધ મકાનમાં ચોરી

રોલામાં મીડિયાકર્મીના બંધ મકાનમાં ચોરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૪ ઃ વલસાડ ના રોલા ગામે હાઇવે નજીક રહેતા મીડિયા કર્મચારી નો પરિવાર મકાન બંધ કરી સૌરાષ્ટ્ર પ્રવાસે ગયા  તે દરમિયાન  ચોરટાઓઍ બંધ મકાનને નિશાન બનાવી સોનાના દાગીના મળી કુલ ૮૫ હજાર ની માતાની ચોરી થવાની ઘટના બનતા વિસ્તારમાં પામી છે. જોકે ચોરી દરમિયાન  લોહીના નિશાન પણ મળી આવતા પોલીસે ઍફઍસઍલની મદદથી તપાસ શરૂ કરી છે.

 વલસાડ તાલુકાના રોલા ગામે ઍચપી પેટ્રોલ પંપ હાઈવે નજીક રહેતા અને મીડિયા કર્મચારી  તરીકે ફરજ બજાવતા આયુષ કિશોરચંદ્ર પટેલ પોતાના પરિવાર સાથે ૧૬ મી નવેમ્બરના રોજ પરિવાર સાથે ખાનગી વાહનમાં સૌરાષ્ટ્ર પ્રવાસે ગયા હતા. ત્રણ દિવસ બાદ તેઓ પોતાના ઘરે પરત ફર્યા  તે દરમિયાન ઘર પાછળનો દરવાજો અને માતા-પિતાના રૂમની બારી ખુલ્લી જોવા મળતા તેને ચોરીની શંકા થઈ હતી.

 અંદર જઈ તપાસ કરતા જોયું તો રૂમમાં રહેલા લોખંડનો  કબાટ તૂટેલો અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળતા  ચોરી થતા તેમણે કબાટમાં મુકેલ ચાંદીનો કંદોરો સાંકડા સોનાની વીંટી કાનની બુટ્ટી લટકણ તથા ૧૫  હજાર રૂપિયા રોકડા મળી કુલ ૮૫,૫૦૦ ની મતાની ચોરી ચોંરટાઓ  ભાગી છુટ્યા હતા. જે અંગે આયુષ પટેલે ડુંગરી પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા ડુંગરી પોલીસ મથકના પીઆઇ યુ ઍચ પટેલ ના માર્ગદર્શન હેઠળ પોલીસ ની ટીમે વિસ્તારના ૫૦થી વધુ સીસીટીવી કેમેરા અને ૫૦થી વધુ શકમંદો ની  પૂછપરછ કરી હતી. જોકે પોલીસ  તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી લોહીના નિશાન મળી આવતા પોલીસે  લોહીના નિશાનના આધારે તસ્કરનું બ્લડ ગ્રૂપ મેળવવા સહિતની વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ આ કેસની વધુ તપાસ પીઍસઆઈ ઍ.બી. પરમાર કરી રહ્ના છે.