સમરોલીમાં યુવક સાથે નજીવી વાતે બોલાચારી કરી અપહરણ કરતાં પોલીસ ફરિયાદ
- byDamanganga Times
- 25 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૨૪ ઃ ચીખલી નજીક સમરોલી ગામની હદમાં ઍક યુવાને પેશાબ કરતા યુવાનને દૂર પેશાબ કરવાનું કહેતા ત્રણ જેટલા શખ્સોઍ સ્વિફટ કારમાં યુવાનનું અપહરણ કરી ગાડીમાં માર મારી લોહી લુહાણ હાલતમાં ખારેલ નજીક યુવાનને ઉતારી નાસિ છુટતા ભોગ બનનાર યુવાને ચીખલી પોલીસ મથકે ફરિયાદ આપતા ચીખલી પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના સમરોલી વાડી ફળિયા ખાતે રહેતા જીગ્નેશ બળવંત સોલંકી ઉ.વ ૩૪ જેઓ રવિવારે રાત્રિના સમયે ને.હા નંબર ૪૮ ઉપર સમરોલી ગામની હદમાં ઓવર બ્રીજના દક્ષિણ છેડે આવેલ મહાલક્ષ્મી ટી સ્ટોલ ઉપર નિત્યક્રમ મુજબ બેસવા માટે આવ્યા હતા.
અને મોબાઈલ ફોનમાં ગેમ રમતો હોય તે દરમિયાન ઍક સ્વીફટ કાર નંબર સ્ત્રિં્૦૫ સીવાય ૨૮૩૭ માંથી ઍક યુવાન ટી સ્ટોલ પાસે આવી પેશાબ કરવા ઉભો રહેલ જેને ફરિયાદી જીગ્નેશ સોલંકી ઍ કહેલ કે ભાઈ અહીં પેશાબ ન કર અમારા ફળિયાના બધા લોકો ચાલવા આવે છે ઍમ કહેતા પેશાબ કરતા યુવાને કોઈ બાત નહીં તેમ કહી આગળ પેશાબ કરવા જતો રહેલ દરમિયાન ગાડીમાંથી અન્ય ઍક યુવાને નીચે ઉતરી જીગ્નેશ સોલંકી ને કહેવા લાગેલ કે તુને ઉસે ક્યુ ઇધર પેશાબ કરને નહીં દિયા વો સામને તો કર રહા થા ત્યારે જીગ્નેશ સોલંકી ઍ કહેલ કે વો ઇધર પેશાબ કર રહા થા ઓર ઇધર હમારે મોહલ્લે કી ઔરત ચલને આતી હૈ તેમ કહેતા આ યુવાને જીગ્નેશ સોલંકી સાથે બોલાચાલી કરેલ જોકે બાદમાં ડ્રાઇવરે લારી ઉપર થી લીધેલ સિગરેટના પૈસા ઓનલાઈન પેમેન્ટ કરી તેઓની ગાડીમાં બેસી તમામ શખ્સો ત્યાંથી નીકળી ગયેલ પરંતુ થોડી જ વારમાં આ તમામ શખ્સો પરત આવીને ત્રણ જેટલા ઈસમોઍ નીચે ઉતરી જેમાંથી ઍક ઇસમે જીગ્નેશ સોલંકી નો કોલર પકડી લીધેલ અને આ ત્રણેય શખ્સોઍ ગાળો આપી બે શખ્સોઍ ઢીકક મૂકીનો માર મારી જબરજસ્તીથી ગાડીમાં બેસાડવા ખેંચી લઈ ગયેલ તે દરમિયાન ફરિયાદી જીગ્નેશનો મોબાઇલ ફોન પડી ગયેલ જોકે બે શખ્સોઍ બળજબરી પૂર્વક ફરિયાદીને પાછળની સીટ ઉપર બેસાડી દીધેલ અને કાર નવસારી તરફ હંકારી દીધેલ અને કારમાં જ ત્રણે શખ્સોઍ માથામાં અને મોઢાના ભાગે પંચથી માર મારતા ગભરાયેલ ગાડીના ડ્રાઈવરે તેઓને માર ન મારવાનું કહેતા ડ્રાઇવરની બાજુમાં બેઠેલ શખ્સે ડ્રાઇવરને ચપ્પુ બતાવેલ અને તુ તેરી ગાડી ચલા ઔર તેરા કામ કર દરમિયાન આ ત્રણેય શખ્સોઍ ખારેલ ઓવરબ્રીજ થી થોડે આગળ જીગ્નેશ ને ઉતારી મુકેલ અને ગાડી લઈને નાસી છૂટેલા જોકે અજાણ્યા શખ્સોની કોઈ ઓળખ ન હોય ગાડીના ડ્રાઈવરે ઓનલાઈન સિગરેટનું પેમેન્ટ કરેલ જેના આધારે ગાડીના ડ્રાઇવર નો મોબાઇલ ઉપર સંપર્ક કરતા તેણે પોતાનું નામ દયાનંદ પ્રદીપ કચેર હોવાનું જણાવ્યું હતું અને સુરતના સચિન ખાતે રહેતો હોવાનું કહ્નાં હતું અને તેની ગાડી ભાડેથી દમણ જે ત્રણ શખ્સો લઈ ગયા હતા જેમાંથી ઍકનું નામ વિપિન નામદેવ તથા બીજા નું નામ બિરજુ અને આ બંને શખ્સો પાલી ગામ સુડા સૂર્યોદય આવાસ સચિન ખાતે રહેતા હોય અને ત્રીજા શખ્સ નું નામ અમિત ઉડીસા હોવાનું જણાવ્યું હતું.
ઉપરોક્ત ઘટનાની ફરિયાદ જીગ્નેશ સોલંકી ઍ ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ચીખલી પોલીસે ઉપરોક્ત ત્રણેય શખ્સો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
