Damanganga Times.

Damanganga Times.

November 25, 2026

વાપી મનપા વિસ્તારમાં વસ્તી ગણતરીના બીજા તબક્કાની તૈયારી

વાપી મનપા વિસ્તારમાં વસ્તી ગણતરીના બીજા તબક્કાની તૈયારી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૪ ઃ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં વસ્તી ગણતરીના બીજા તબક્કાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આગામી ૧૦ જાન્યુઆરી ૨૦૨૭થી વસ્તી ગણતરીની કામગીરી શરૂ થશે. આ કામગીરી માટે અંદાજે ૯૦૦ જેટલા કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવશે, જે ઘરે-ઘરે જઈ ડિજિટલ પદ્ધતિથી પરિવારોની માહિતી ઍકત્રિત કરશે. વસ્તી ગણતરીના કાર્યક્રમ મુજબ, ૧૦થી ૨૪ જાન્યુઆરી ૨૦૨૭ દરમિયાન નાગરિકોને ઓનલાઈન સ્વ-ગણતરી કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારબાદ ૨૫ જાન્યુઆરીથી ૨૮ ફેબ્રુઆરી સુધી ગણતરી માટે નિયુક્ત ૯૦૦ જેટલા કર્મચારીઓ ઘરે-ઘરે જઈ દરેક પરિવારની વિગતો ડિજિટલ માધ્યમથી નોંધશે. વસ્તી ગણતરી દરમિયાન દરેક પરિવારને અંદાજે ૪૦ જેટલા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.  ઉલ્લેખનીય છે કે વાપી મહાનગરપાલિકાની હદમાં નવા સમાવિષ્ટ થયેલા ૧૧ ગામોનો પણ આ વસ્તી ગણતરીમાં સમાવેશ કરવામાં આવશે. જેના પરિણામે પ્રથમ વખત વિસ્તૃત મહાનગરપાલિકા વિસ્તારની વસ્તી અને ભૌગોલિક વિસ્તારની વાસ્તવિક સ્થિતિનો અંદાજ મેળવી શકાશે. આ ગણતરી વાપી શહેરના ભાવિ આયોજન, શહેરી વિકાસ અને સુવિધાઓના આયોજન માટે પણ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.