Damanganga Times.

Damanganga Times.

November 25, 2026

વલસાડ ઝુલેલાલ મંદિરે સિંધિ પંચાયત દ્વારા ગુરુ નાનક જયંતી ઉજવાઈ

વલસાડ ઝુલેલાલ મંદિરે સિંધિ પંચાયત દ્વારા ગુરુ નાનક જયંતી ઉજવાઈ


(દમણગંગથા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૪ ઃ વલસાડ શહેરના ઝુલેલાલ મંદિરમાં સિંધિ પંચાયત દ્વારા શીખ ધર્મના પ્રથમ ગુરુ અને મહાન આધ્યાત્મિક સંત ગુરુ નાનક દેવજીની જન્મજયંતીની હર્ષોલ્લાસ, શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરુ નાનક દેવજી પ્રત્યે પોતાની અખૂટ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. ગુરુ નાનક દેવજીની જન્મજયંતીના પાવન અવસરે ઝુલેલાલ મંદિરમાં ભજન-કીર્તનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિમય સંગીત અને ગુરુવાણીના ગાનથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું. ઉપસ્થિત શ્રદ્ધાળુઓઍ ભજન-કીર્તનમાં જોડાઈ ભક્તિભાવપૂર્વક ગુરુ નાનક દેવજીનું સ્મરણ કર્યું હતું. 

આ દરમિયાન વાતાવરણમાં આધ્યાત્મિકતા અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમના ભાગરૂપે વિશેષ અરદાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુરુ નાનક દેવજીના ચરણોમાં શીશ નમાવી સમગ્ર માનવજાતના કલ્યાણ, સમાજની ઍકતા, ભાઈચારો અને પરસ્પર પ્રેમની ભાવના વધુ મજબૂત બને તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ સમગ્ર સિંધિ સમાજ, વલસાડના નાગરિકો અને દેશવાસીઓના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને ખુશહાલી જળવાઈ રહે તેવી સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગુરુ નાનક દેવજીઍ પોતાના ઉપદેશો દ્વારા માનવતાની સેવા, સમાનતા, સદભાવના, સત્ય અને નિઃસ્વાર્થ સેવાનો સંદેશ સમગ્ર વિશ્વને આપ્યો હતો. તેમના વિચારો આજે પણ સમાજને ઍકતા અને ભાઈચારાના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે.આમ, વલસાડની સિંધિ પંચાયત દ્વારા ઝુલેલાલ મંદિરમાં ગુરુ નાનક જયંતીની ઉજવણી ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં કરવામાં આવી હતી.