ડુંગરીની ઍસેન્ટ કંપનીમાં હડતાળ
- byDamanganga Times
- 25 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ વલસાડ તાલુકાના ડુંગરી ખાતે આવેલી ઍસેન્ટ મેડિટેક લિમિટેડ કંપનીમાં કામ કરતા કર્મચારીઓઍ પગાર વધારા સહિતના વિવિધ પ્રશ્નોને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. કંપની દ્વારા કામના કલાકોમાં વધારો કરવામાં આવતા અને યોગ્ય પગાર વધારો ન અપાતા રોષે ભરાયેલા કર્મચારીઓઍ કામથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો હતો. વલસાડ તાલુકાના ડુંગરી ગામે આવેલી ઍસેન્ટ મેડિટેક લિમિટેડ ના કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી પોતાના પગારમાં યોગ્ય વધારો કરવાની માંગ કરી રહ્ના હતા. આ દરમિયાન કંપની મેનેજમેન્ટ દ્વારા કામના કલાકોમાં પણ વધારો કરવામાં આવતા કર્મચારીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો. જેના પગલે આજે મોટી સંખ્યામાં કર્મચારીઓ ઍકઠા થઈને હડતાળ પર ઉતરી ગયા હતા અને પોતાની વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે કંપની મેનેજમેન્ટ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.
કર્મચારીઓની આ અચાનક હડતાળને કારણે કંપનીના ઉત્પાદન અને રોજિંદા કામકાજ પર મોટી અસર થવાની શક્યતા સેવાઈ રહી છે. હાલ કર્મચારીઓ પોતાની માંગણીઓ પર અડગ છે, ત્યારે મેનેજમેન્ટ દ્વારા આ મામલે શું નિર્ણય લેવામાં આવે છે અને સમાધાન ક્યારે થાય છે તેના પર સૌની નજર ટકી છે.
