Damanganga Times.

Damanganga Times.

November 25, 2026

દમણમાં ભાજપ દ્વારા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ પદયાત્રા યોજાઈ

દમણમાં ભાજપ દ્વારા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ પદયાત્રા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૨૪ ઃ  ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ દ્વારા પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અગરિયાના નેતૃત્વમાં દમણ શહેરમાં ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નાની દમણના મશાલ ચોકથી શરૂ થયેલી આ પદયાત્રા ત્રણ બત્તી અને નાઈટ માર્કેટ થઈ નાની દમણ બસ સ્ટેન્ડ ખાતે પૂર્ણ થઈ હતી. આ પદયાત્રામાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રભારી વર્ષાબેન દોષી વિશેષ ઉપસ્થિત રહ્નાં હતાં.

આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રભારી વર્ષાબેન દોષીઍ રાહુલ ગાંધી પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે લ્ત્ય્ (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા દ્વારા ફર્જી મતદારો અને ગેરકાયદે ઘૂસણખોરોની ઓળખ કરવાની કામગીરીથી કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિનો આધાર ખસી રહ્ના છે, તેથી રાહુલ ગાંધી મતચોરીનો મુદ્દો ઉઠાવી રહ્ના છે. પદયાત્રાના સમાપન પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અગરિયાઍ સંબોધન કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસની રાજનીતિ પરિવાર બચાવવાની છે, આ પદયાત્રામાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, મહિલા કાર્યકરો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતા.