Damanganga Times.

Damanganga Times.

November 25, 2026

ખેરલાવ આધુનિક સુવિધાઅોથી સજ્જ બનાવાયું

ખેરલાવ આધુનિક સુવિધાઅોથી સજ્જ બનાવાયું


(જિજ્ઞેશ સોલંકી દ્વારા)

પારડી, તા. ૨૪ ઃ ‘‘ભારતનો આત્મા ગામડામાં વસે છે, ગામડા સમૃધ્ધ થશે તો દેશ સમૃધ્ધ થશે’’. ગાંધીજીનું આ વિધાન આજે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ ગામ માટે સાર્થક થઈ રહ્નાં છે. જ્યાં ગામના યુવા સરપંચે પોતાના વિચારો અને ગામના લોકોના સહકાર તેમજ સરકારી વિવિધ યોજનાનો લાભ લઈ આખા ગામની કાયા પલટી નાંખી. ગામમાં પગ મુકો ઍટલે ઍવુ લાગે કે, આપણે આદર્શ ગામમાં આવ્યા હોય. રસ્તા, અંડર ગ્રાઉન્ડ વીજ લાઈન, બસ સ્ટેન્ડ, નવી નક્કોર પ્રાથમિક શાળા, આંગણવાડી, પીવાના પાણી માટે આર.ઓ. પ્લાન્ટ, ગ્રામજનોની સુરક્ષા માટે સીસીટીવી સહિતની સુવિધા ઉપલબ્ધ છે. આ તો માત્ર પ્રાથમિક સુવિધાની વાત થઈ આ સિવાય પણ ગ્રામજનોની સુખાકારી માટે નાની મોટી વાતોનું ધ્યાન રખાયુ છે. જેના પરથી અનેક ગામના સરપંચો પ્રેરણા મેળવી ગાંધીજીના સપનાનું આદર્શ ગામ બનાવી શકે છે. 

વલસાડ જિલ્લાના પારડી તાલુકાનું ખેરલાવ ગામ આમ તો ૧૭૦૦ જેટલી વસ્તી ધરાવતુ નાનકડુ ગામડુ છે પરંતુ આ ગામના વિકાસે સમગ્ર જિલ્લાનું ધ્યાન ખેંચ્યુ છે. વર્ષ ૨૦૨૧માં થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં યુવા સરપંચ તરીકે મયંક પટેલ ચૂંટાયા હતા. ગામ માટે કંઈક કરી છૂટવાની તીવ્ર ભાવના અને મક્કમ નિર્ધાર સાથે પહેલા તો તેઓ દરેક ગ્રામજનોના ઘરે જઈ તેઓની સમસ્યા અને ગામના વિકાસ માટે લોકોના શું વિચાર છે તે જાણવાની પહેલ કરી ઍટલે ગામના વિકાસ માટે લોકોનો સહકાર પણ આપમેળે મળતો ગયો. તમામ ગ્રામજનોને સાથે રાખી કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના ગામનો સમતોલ વિકાસ થાય તે માટે મયંકભાઈ પટેલે શરૂઆત કરી ગામની પ્રાથમિક સુવિધા રસ્તા, પાણી અને વીજળીથી. 

ગામના વિકાસની પાંચ વર્ષની ગાથા જણાવતા યુવા અને કર્મઠ સરપંચ મયંક પટેલ જણાવે છે કે, ખેરલાવના દરેક ફળિયા, દરેક પરિવાર અને ગામની મૂળભૂત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસનાં કાર્યો કરવાનો સતત પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકારી વિભાગો, વહીવટી તંત્ર, લોકપ્રતિનિધિઓ, દાતાઓ, ઘ્લ્ય્ સંસ્થાઓ અને ગ્રામજનોના સહયોગથી ગામમાં રસ્તા, શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી, ખેતી, રોજગાર અને જનસુવિધાઓ જેવા અનેક ક્ષેત્રોમાં વિકાસનાં કાર્યો આગળ વધ્યાં છે. આ વિકાસગાથા ખેરલાવના સૌના સહકાર, વિશ્વાસ અને સહિયારા પ્રયાસોની સફર છે. વિકાસની વાત કરતા સરપંચ મયંક પટેલ આગળ જણાવે છે કે, ગામનો સર્વે કરી અત્યાર સુધીમાં રૂ. ૬ કરોડ ૨૦ લાખના રસ્તા બની ચુકયા છે, જ્યારે આગામી દિવસોમાં રૂ. ૩ કરોડ ૧૬ લાખના રસ્તા બનાવવાનું આયોજન છે. શિક્ષણક્ષેત્રની સુવિધ માટે અંદાજીત રૂ. ૧.૪૨ કરોડના ખર્ચે આધુનિક પ્રાથમિક શાળાનું નવું મકાન  જેમાં લાઇબ્રેરી, વિજ્ઞાન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ બોર્ડ અને રમતગમતની સુવિધાઓનો વિકાસ, શાળા પરિસરમાં હરિત ગાર્ડન, ઔષધિ વન તેમજ ત્રણેય આંગણવાડીઓનું નવીનીકરણ અને સુવિધાઓમાં સુધારો કર્યો છે. 

આજના ડિજિટલનો યુગમાં કનેક્ટિવિટી માટે ગ્લ્ફન્ ટાવરની સુવિધા ઊભી કરવામાં આવી. જેના પરિણામે ગ્રામજનોને સંચાર, ઓનલાઇન સરકારી સેવાઓ અને ડિજિટલ સુવિધાઓનો લાભ મેળવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું હતું.

ખેરલાવ ગામમાં ગ્રામજનોને આરોગ્યલક્ષી  તેમજ તત્કાલ સારવાર મળી રહે તે માટે ખેરલાવ ખાતે ૨૪ કલાક ૧૦૮ ઍમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે. આ સિવાય ૧,૨૫૦થી વધુ લોકોને આયુષ્માન કાર્ડનો લાભ, ટીબી મુક્તિ અભિયાનમાં ગ્રામ પંચાયતનું ગોલ્ડ ઍવોર્ડથી સન્માન, સિકલસેલના દર્દીઓને સહાય, ટીબી ઍક્સ-રે કેમ્પ અને આરોગ્ય તપાસ કેમ્પ, ગર્ભવતી મહિલાઓને સરકારી યોજનાઓ હેઠળ સહાય અને નેત્ર તપાસ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે મોતિયાના ઓપરેશનની વ્યવસ્થા પણ કરાઈ છે. 

ખેરલાવ ગામમાં પીવાના શુધ્ધ પાણી માટે ય્બ્ પ્લાન્ટ અને વોટર કુલરની સુવિધા તેમજ ખેતીવાડીમાં સિંચાઈ માટે ચેકડેમ કમ કોઝવેનું નિર્માણ કરાયુ છે. ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને આધુનિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા ૫૦ ખેડૂતોને વિવિધ કૃષિ યોજનાઓ હેઠળ કુલ ૭,૫૫,૩૯૬ની સહાય, ભ્પ્ કિસાન સન્માન નિધિ હેઠળ ૨૪૬ ખેડૂતોને લાભ સહિત ઘર આંગણે રોજગારી માટે મનરેગા રોજજગારલક્ષી યોજનાનું અમલીકરણ, ગ્રામજનો નાણાંની બચત કરતા થાય તે માટે ગામમાં પોસ્ટ વિભાગ સાથે નિયમિત કેમ્પ યોજી કુલ ૬૨૦ ખાતાં ખોલાવ્યા છે. વિધવા બહેનો અને વૃધ્ધોને આર્થિક મદદ મળે તે માટે ૮૪ બહેનો અને ૫૪ વૃધ્ધોને પેન્શન ચાલુ કરાવવામાં મદદરૂપ થયા.   ગામનું સૌંદર્યીકરણ, સુશોભન અને વૃક્ષારોપણ ઉપર વિશેષ ભાર મુકાયો છે. ગામમાં જાહેર સ્થળો અને મુખ્ય વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ઘ્ઘ્વ્સ્ કેમેરાની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. સરપંચ મયંક પટેલ છેલ્લા આઠ વર્ષથી પોતાના જન્મદિવસની ઉજવણી સેવા કાર્ય સાથે કરે છે. દર વર્ષે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજીને માનવસેવાના સંકલ્પને આગળ વધારે છે. અત્યાર સુધીમાં ૮૩૬ યુનિટ રક્ત ઍકત્રિત કરતા ૨૫૦૮ માનવ જિંદગીઓને નવી આશા મળી છે. તાજેતરમાં નિઃશુલ્ક નેત્ર તપાસ શિબિરનો ૨૮૪ લોકોઍ લાભ લીધો હતો. આમ, ગામના દરેક લોકોની સમસ્યા સાંભળી સરકારના વિવિધ વિભાગ સાથે સંકલન કરી ઝડપી ઉકેલ લાવવામાં આવે તો દરેક ગામ ખેરલાવની જેમ આદર્શ ગામ બની શકે છે.  સરપંચ ગામના વિકાસ માટે શું કરી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ખેરલાવ ગામે આપ્યું છે.