પારડીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બીજા મોક્ષરથની સેવા પુરી પડાશે
- byDamanganga Times
- 25 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૪ ઃ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા વર્ષ ૨૦૧૯ થી મોક્ષરથ ની સેવા પારડી પંથકમાં પૂરી પાડવામાં આવી રહી છે આજ સુધી ૩૫૮૫ લોકોને આ સેવાનો લાભ આપી ચૂક્યા છે હાલમાં પારડી વિસ્તાર ઘણો મોટો હોય મોક્ષરથ ની જરૂરિયાત વધુ જણાઈ રહેલ હોય ઍટલે બીજો મોક્ષરથ વિશ્વ હિન્દુ પરિષદ પારડી લાવી રહ્ના છે આ કાર્ય દાનદાતાના સહકારથી થઈ રહ્નાં છે અંદાજિત ખર્ચ ૩૫ લાખ રૂપિયા થશે તો દાન દાતાઓને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિનંતી કરવામાં આવી છેકે આ કાર્યમાં સહકાર આપશો જેથી ટૂંક સમયમાં આધુનિક મોક્ષ રથની આ સેવાનો લાભ મળી શકશે જેમના તરફથી દાન આપવામાં આવ્યો છે ઍવા દાનવીરો જેમાં પ્રથમ પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈની ગ્રાન્ટ માંથી ૧૦ લાખ રૂપિયા મળ્યા છે. જેથી મોટી રાહત મળી છે અગાઉના મોક્ષરત માટે પણ તેઓઍ પાંચ લાખ રૂપિયા પોતાની ગ્રાન્ટમાંથી આપ્યા હતા સરદાર વાળા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી ૧૦લાખ રૂપિયા મળેલ છે. ૩શ્રી જતીનભાઈ દેસાઈ બાલદા તરફથી ૨ લાખ મળેલ છે દાન માટે વિશ્વ હિન્દુ પરિષદ અને મોક્ષરત સમિતિના અગ્રણીનો સંપર્ક અમિતભાઈ પટેલ ૭૫૭૫૦૪૭૪૫૭ યોગેશભાઈ પટેલ ૯૮૨૪૯૦૪૯૬૦ કરી શકાશે પારડીમાં ખરેખર જ્યારથી મોક્ષરત સેવા ચાલુ થઈ ત્યારથી દરેક સમાજના લોકોને આ સેવા ઉપયોગી થઈ છે.
અને લોકો પણ મોક્ષ રથમાં જ હવે પોતાના સજનોને અંતિમ ક્રિયા માટે લઈ જાય છે. આ ઍક ઉત્તમ સેવા પાર્ટીની જનતાને મળી છે જે સેવા ઉભી કરનાર વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તાઓ અભિનંદનના પાત્ર છે.
