ઉમરસાડી માછીવાડમાં પરંપરાગત તુલસી વિવાહ ઉત્સવ ઉજવાયો
- byDamanganga Times
- 25 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૪ ઃ પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામમાં પ્રબોધિની ઍકાદશીના પવિત્ર દિને પ્રાચીન માછી સમાજની પરંપરા મુજબ તુલસી વિવાહ ઉત્સવ ઉજવાયો આવ્યો હતો કારતક સુદ અગિયારસ સવંત ૨૦૮૩ ના રોજ દેવ ઉઠી ઍકાદશી પ્રાબોધની ઍકાદશના પવિત્ર દિવસે ઉમરસાડી માછીવાડ ગામમાં તુલસી વિવાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ મુજબ બપોરે ૩ઃ૩૦ કલાકે શ્રી લક્ષ્મી નારાયણ મંદિરના પ્રટાંગણ માંથી શ્રી ન્યુ વિજય સ્ટ્રીટના માધ્યમ થકી શ્રી માછી મહાજન પંચ, મહિલા મંડળ તેમજ ગામના ભાવિક ભક્તજનો દ્વારા શાલીગ્રામજીના વરઘોડાને બેન્ડ વાજા, નાચગાન સાથે સમગ્ર ગામમાં હારેકભેર ફેરવવામાં અવ્યો હતો સાંજે ૫ ઃ૩૦ કલાકે શ્રી લક્ષ્મી નારાયણ મંદિરના ચોગાન કન્યા પક્ષ તુલસીમાતાનાં આંગણામાં આવી હતી.
ત્યારબાદ ગોળમહારાજના મંત્રોચ્ચાર થકી વિધિવત લગ્ન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. વર પક્ષે કલ્પેશભાઈ ચીમનભાઈ ટંડેલ, કૈલાશબેન કલ્પેશભાઈ ટંડેલ તથા કન્યા પક્ષે પરેશભાઈ રણછોડ ટંડેલ, પ્રિયંકા બેન પરેશભાઈ ટંડેલ સ્કૂલ ફળિયા યજમાન પદે લગ્ન વિધિમાં બેસાડવામાં આવ્યા હતા.
આ રીતે સુંદર ભક્તિમય વાતાવરણ વચ્ચે તુલસી વિવાહ મહોત્સવ ઉજવાયો હતો. આ ધાર્મિક પ્રસંગમાં ગામનાં શ્રી માછી મહાજન પંચના પ્રમુખ ક્રિષ્નાભાઈ વી. ટંડેલ, ઉપપ્રમુખ પ્રવિણભાઈ ડી. ટંડેલ તથા અન્ય હોદ્દેદારઓ, મહિલા મંડળના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદાર, મંદિર કમિટીના પ્રમુખ રામચંદ્રભાઈ ટંડેલ, હિતેશભાઈ ટંડેલ, ગામનાં વડીલબંધુઓ, માતાઓ બહેનોના તથા યુવાન ભાઇઓબહેનો ઉપસ્થિત રહ્નાં હતાં. આ સમગ્ર કાર્યક્રમ શ્રી માછી મહાજન પંચના નેજા હેઠળ મહિલા મંડળ સંચાલિત આયોજિત શ્રી ન્યુ વિજય સ્ટ્રીટના નવયુવાનો, વડીલબંધુઓ, માતાઓ બહેનોના સહિયારા પ્રયાસો થકી આવરી લેવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ શ્રી ન્યુ વિજય સ્ટ્રીટના ભવિકભક્તજનોઍ ભારે જહેમત ઉઠાવી તુલસી વિવાહ મહોત્સવને સફળ બનાવ્યો હતો
