વાપીમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા તુલસી વિવાહનું આયોજન કરાયું
- byDamanganga Times
- 25 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ વાપીના જૂના અને જાણીતા ગાયત્રી માતાજીના મંદિર ખાતે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા શનિવાર, તા. ૨૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક પરંપરા અને વૈદિક વિધિ અનુસાર યોજાયેલા આ તુલસી વિવાહ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્ના હતા અને વર-વધૂને આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે વરપક્ષ તરફથી રાજુભાઈ રાણા અને કન્યાપક્ષ તરફથી શૈલેષભાઈ શુક્લાઍ યજમાન તરીકેની જવાબદારી નિભાવી હતી. મંદિર પરિસરમાં લગ્નની તમામ ધાર્મિક હિન્દુ વિધિઓ સાથે ભારે ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટી મંડળના અનિલભાઈ દેસાઈ, રાજુભાઈ રાણા, સુભાષ તિવારી, રાજનારાયણ તિવારી, કૃષ્ણકાંત શેઠિયા, રોહિતભાઈ પટેલ અને નિમેષભાઈ વશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતા. અને વર અને કન્યા ને આશીર્વાદ આપ્યા હતા સમગ્ર કાર્યક્રમ ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો.
