વલસાડમાં સિનિયર સિટીઝનો માટે રમતગમત સ્પર્ધા યોજાશે
- byDamanganga Times
- 25 November, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૨૪ ઃ ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર હસ્તકના વલસાડ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડ જિલ્લામાં ૬૦ વર્ષ થી ઉપરના સિનિયર સિટીઝન ભાઇઓ બહેનો માટે વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ તથા ઍથ્લેટીક્સ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે.
જેમાં ભાગ લેવા ઇચ્છતા સિનિયર સીટીઝન ભાઈઓ / બહેનોઍ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમત ગમત અધિકારી વલસાડ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, વલસાડ, જિલ્લા રમત સંકુલ, મંદિર ફળીયું, નવેરા, તા.જિ.વલસાડ ખાતેથી મેળવી તા.૦૫/૧૨/૨૦૨૬ સુધીમાં સંપૂર્ણ વિગત સાથે મોકલી આપવાનું રહેશે. સમય મર્યાદામાં આવેલ પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્રમ અંગેની જાણ કરવામાં આવશે. જેની દરેક સ્પર્ધકે નોંધ લેવી. વધુ માહિતી માટે ઉપરોક્ત કચેરીના સરનામે સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.
