Damanganga Times.

Damanganga Times.

November 25, 2026

નાનાપોંઢાની કુંજાલી પટેલનું કોગ્રેસ પ્રદેશ યુથ ઉપપ્રમુખ તરીકે નિમણૂક

નાનાપોંઢાની કુંજાલી પટેલનું કોગ્રેસ પ્રદેશ યુથ ઉપપ્રમુખ તરીકે નિમણૂક


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

કપરાડા, તા. ૨૪ ઃ વલસાડ જિલ્લા ના નાનાપોંઢા તાલુકા પંચાયત ની સુખાલા બેઠક પરથી ચૂંટાયેલી કોંગ્રેસ ની કુંજાલીબેન દિપકભાઈ પટેલ છેલ્લા કેટલાક સમય થી ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ ના મંત્રી તરીકે ની સક્રિય અને સંગઠન ને મજબૂત કરવા ની  પ્રશંશનીય કામગીરી કરી રહી  હોવાનું જાણવા મળે છે. જે ને લઈ પ્રદેશ યુથ કોંગ્રેસ ના પ્રમુખ પ્રવિણસિંહ વણોલ દ્વારા કુંજાલી પટેલ ની ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવતા કુંજાલી પટેલનું પ્રદેશ કોંગ્રેસમાં કદ વધ્યું છે. જેને લઈ કપરાડા પ્ર નાનાપોંઢા તાલુકા કોંગ્રેસ માં ખુશી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે  ગત ટર્મ કપરાડા તાલુકા પંચાયત માં વિરોધપક્ષના નેતા તરીકે રહી ચૂકેલી અને હાલે નવ નિયુક્ત નાનાપોંઢા તાલુકા પંચાયતમાં સુખાલા બેઠક પરથી ચ જંગી બહુમતી થી જીત મેળવી હતી. આ ઉપરાંત તાલુકા, જિલ્લા અને પ્રદેશ લેવલે યુથ કોંગ્રેસના હોદ્દાઓ પર કોંગ્રેસ પાર્ટી ઍ કુંજલી પટેલ ને જવાબદારી સોંપી હતી. જવાબદારી માંથી ખરી ઊતરેલી કુંજાલી પટેલ ને પ્રદેશ યુથ કોગ્રેસમાં પ્રમોશન આપી ઉપપ્રમુખ તરીકેની નિમણૂક કરવા માં આવતા કુંજાલી પટેલનું પ્રદેશ કોંગ્રેસ માં કદ વધ્યું છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં કુંજાલી પટેલને કોંગ્રેસ ચુંટણી મેદાનમાં ઉતારશે ઍવી ચર્ચાઓ શરૂ  થઈ ગઈ છે.