Damanganga Times.

Damanganga Times.

November 25, 2026

વાંકલના શ્રીજી મેદાનમાં ત્રણ દિવસ ક્રિકેટનો રોમાંચ જામ્યો

વાંકલના શ્રીજી મેદાનમાં ત્રણ દિવસ ક્રિકેટનો રોમાંચ જામ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તાન. ૨૪ ઃ ધરમપુર તાલુકાના વાંકલ ગામે આવેલા શ્રીજી મેદાન ખાતે યોજાયેલી ધરમપુર કનુબરડા પ્રીમિયર લીગ (ધ્ભ્ન્) સીઝન-૫નો ઉત્સાહભેર સમાપન થયો હતો. ત્રણ દિવસ સુધી ચાલેલી આ ટેનિસ બોલ ક્રિકેટ સ્પર્ધામાં બજરંગ ઇલેવનની ટીમે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું, જ્યારે જય વીરુ ઇલેવનની ટીમે રનર્સઅપ સ્થાન મેળવ્યું હતું. ધરમપુર વોર્ડ નંબર-૧ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટનું આયોજન સામાજિક કાર્યકર કીર્તિ આહીરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. રમતગમતની સાથે સામાજિક સમરસતા અને ઍકતાને પ્રાધાન્ય આપવાના ઉદ્દેશથી ૧૮ વર્ણના લોકોને સાથે જોડીને આ આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના ત્રણેય દિવસ મેદાન પર ક્રિકેટનો રોમાંચ જોવા મળ્યો હતો. વિવિધ ટીમોના ખેલાડીઓઍ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં પોતાની પ્રતિભા દર્શાવી હતી. મેચ નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઉમટી પડ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ આયોજનમાં વિશેષ આકર્ષણ અંડર-૧૯ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના ક્રિકેટર હેનીલ પટેલની ઉપસ્થિતિ રહી હતી. હેનીલ પટેલે મેદાન પર હાજરી આપીને યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો, જેના કારણે રમતપ્રેમીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.

ત્રણ દિવસીય સ્પર્ધાના અંતે બજરંગ ઇલેવન અને જય વીરુ ઇલેવન વચ્ચેની ટીમોની સફળતા સાથે ટુર્નામેન્ટનું સમાપન થયું હતું. બજરંગ ઇલેવને વિજેતાનો ખિતાબ મેળવ્યો હતો, જ્યારે જય વીરુ ઇલેવન રનર્સઅપ રહી હતી.

આ સમગ્ર આયોજન માત્ર ક્રિકેટ સ્પર્ધા પૂરતું મર્યાદિત ન રહેતાં વિવિધ સમાજના લોકોને ઍક મંચ પર લાવી સામાજિક ઍકતા, ભાઈચારો અને ખેલદિલીની ભાવનાને મજબૂત બનાવવાનો પ્રયાસ સાબિત થયું હતું. ધ્ભ્ન્ સીઝન-૫ને લઈને ખેલાડીઓ તેમજ ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.