વલસાડમાં દબાણ અને સાંઈબાબાનો ફોટો હટાવવા મુદ્દે વિવાદ
- byDamanganga Times
- 24 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૩ ઃ વલસાડ શહેરનો મુખ્ય ગણાતા ઍમ.જી. રોડ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ, જાહેર ર્પાકિંગમાં દબાણ અને ધાર્મિક લાગણી દુભાવવા બાબતે સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
વલસાડના જાગૃત નાગરિક સંજય સજ્જનલાલ શાહ (રહે. મોટા બજાર, બંદર રોડ, વલસાડ તથા અન્ય સ્થાનિક રહિશોઍ જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર, મામલતદાર, વલસાડ પાલિકા ચીફ ઓફિસર અને સીટી પી.આઈ.ને સંબોધીને ઍક આવેદનપત્ર પાઠવ્યું છે. અરજીમાં જણાવ્યા અનુસાર, ઍમ.જી. રોડ પર હાલમાં દિવાળી પહેલા સિયા નામની ઍક નવી દુકાન શરૂ કરવામાં આવી છે. આ દુકાનના માલિક દ્વારા વલસાડ નગરપાલિકાની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી કે પ્લાન પાસ કરાવ્યા વગર ગેરકાયદેસર રીતે દુકાનના બે ભાગ પાડી દેવામાં આવ્યા છે. વધુમાં ઍવો પણ આક્ષેપ કરાયો છે કે આ જગ્યાની બાજુમાં છેલ્લા ૪૦ થી ૪૫ વર્ષથી શ્રી સાંઈબાબાનો ફોટો સ્થાપિત હતો. જ્યાં સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ દ્વારા નિયમિતપણે પૂજા-અર્ચના કરવામાં આવતી હતી. ઍને પણ અપમાનજનક રીતે હટાવી દેવાયો છે.
જેનાથી લોકોની ધાર્મિક લાગણી દુભાવવા અને જાહેર શાંતિ જોખમાવવા બદલ દુકાનદાર વિરુદ્ધ તાત્કાલિક ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
