વાપી ગુરુદ્વારામાં આજે પ્રકાશ પર્વ ઉજવાશે
- byDamanganga Times
- 24 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૩ ઃ ગુરુદ્વારા ગુરુ નાનક દરબાર, વાપીમાં શ્રી ગુરુ નાનક દેવ જીનો ૫૫૭મો પ્રકાશ પર્વ શ્રદ્ધા અને વ્યાપક જનભાગીદારી સાથે ઉજવાઈ રહ્ના છે. મુખ્ય ઉજવણી આવતીકાલે, મંગળવાર ૨૪ નવેમ્બરે થશે. જેમાં રક્તદાન શિબિર પણ યોજાશે.
ઉજવણીની શરૂઆત ૧૫ નવેમ્બરથી થઈ હતી. ચનોદ, ગુંજન, હરિયા પાર્ક/લેકવ્યુ, દમણ, ચલા અને સિલવાસામાં દરરોજ પ્રભાત ફેરીઓ નીકળી. ૧૫ નવેમ્બરે નિશાન સાહિબની સેવા થઈ. શનિવાર, ૨૧ નવેમ્બરે ભવ્ય નગર કીર્તન નીકળ્યું, જે ડી-માર્ટ, આઈડીબીઆઈ બેંક અને અંબે માતા મંદિર ખાતે રોકાઈને ગુરુદ્વારા સાહિબ પહોંચ્યું. ત્યાં અરદાસ, સમા અને ગુરુ કા લંગર યોજાયા.
૨૨ નવેમ્બરથી શ્રી અખંડ પાઠ સાહિબ શરૂ થયા છે. આજે સાંજે ૭ થી ૯ વાગ્યા સુધી જાણીતા રાગી ભાઈ મંજીત સિંહ જી (ટાંડે વાળે) કીર્તન કરશે. મંગળવારે સવારે ૯ઃ૩૦ વાગ્યે શ્રી અખંડ પાઠ સાહિબની સમા સાથે કાર્યક્રમ શરૂ થશે. ત્યારબાદ સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી ભાઈ મંજીત સિંહ જીનો કીર્તન દીવાન યોજાશે. પંજાબ ભવનમાં સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી રક્તદાન શિબિર યોજાશે, અને ડૉ. ડિમ્પલ શાહ દ્વારા નેત્ર તપાસ શિબિર પણ યોજાશે. સંગત માટે ગુરુ કા લંગર પણ યોજાશે. ગુરુદ્વારા પ્રબંધક કમિટી, વાપીઍ તમામ શ્રદ્ધાળુઓ અને નાગરિકોને પધારીને ગુરુના આશીર્વાદ મેળવવા અને સેવા શિબિરોમાં ભાગ લેવા અપીલ કરી છે.
