વલસાડ જિલ્લામાં ૨૨ વર્ષમાં ૯મું ઍન્કાઉન્ટર નોંધાયું
- byDamanganga Times
- 24 November, 2026
(મનોજ ભંડારી દ્વારા)
દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૩ ઃ વલસાડ જિલ્લા પોલીસના ઇતિહાસમાં ૨૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ વધુ ઍક પોલીસ ઍન્કાઉન્ટરની ઘટના નોંધાઈ છે. આ સાથે જિલ્લામાં પોલીસ ઍન્કાઉન્ટરની સંખ્યા નવ પર પહોંચી છે. અગાઉ વર્ષ ૨૦૦૪થી ૨૦૦૬ દરમિયાન માત્ર બે વર્ષના ગાળામાં સાત ઍન્કાઉન્ટર નોંધાયા હતા. ત્યારબાદ લાંબા અંતરાલ પછી વર્ષ ૨૦૧૮માં પોલીસ સાથેની અથડામણમાં ઍક આરોપીનું મોત થયું હતું. હવે ૨૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ થયેલા ઍન્કાઉન્ટરમાં આરોપી યુવરાજસિંહ ઘાયલ થયો છે.
વલસાડ જિલ્લા પોલીસના ઇતિહાસમાં વર્ષ ૨૦૦૪થી ૨૦૦૬નો સમયગાળો ઍન્કાઉન્ટરની ઘટનાઓને લઈને નોંધપાત્ર રહ્ના હતો. તે સમયે તત્કાલીન જિલ્લા પોલીસ અધિક્ષક અભય ચુડાસમાના કાર્યકાળ દરમિયાન ઍલસીબીના પીઆઈ તરીકે કે.જી. ઍરડા, વાપી વિભાગના ડીવાયઍસપી તરીકે પી.કે. ચૌધરી અને ઍસઓજીના પીઍસઆઈ તરીકે જીતેન્દ્ર યાદવ ફરજ બજાવતા હતા. આ અધિકારીઓના કાર્યકાળ દરમિયાન જિલ્લામાં સાત પોલીસ ઍન્કાઉન્ટર થયાં હતાં.
વલસાડ જિલ્લાનું પ્રથમ ઍન્કાઉન્ટર ૨૬ નવેમ્બર, ૨૦૦૪ના રોજ વહેલી સવારે ભીલાડથી સંજાણ જતા માર્ગ પર થયું હતું. આ ઍન્કાઉન્ટરમાં સંજય સિંહ નામના આરોપીનું મોત થયું હતું. આરોપી પર રૂ. ૧૦૦ની ડુપ્લિકેટ ચલણી નોટો બનાવવાના તેમજ વાપીના ઍક વેપારી અને ટ્રાન્સપોર્ટરના પુત્રનું અપહરણ કરી હત્યા કરવાના ગંભીર ગુનાઓનો આરોપ હતો. તપાસ અર્થે તેને ઉમરગામ લઈ જવામાં આવી રહ્ના હતો ત્યારે પોલીસ સાથેની અથડામણમાં થયેલા ગોળીબારમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
બીજું ઍન્કાઉન્ટર ૯ ઓક્ટોબર, ૨૦૦૫ના રોજ ભીલાડ ચેકપોસ્ટ નજીક થયું હતું. દાઉદ ઇબ્રાહિમના ઍક સમયના સાથી અને દાઉદ ગેંગ સાથે સંકળાયેલા સૌરાષ્ટ્રના હાજી ઇસ્માઇલનું પોલીસ સાથેની ગોળીબારમાં મોત થયું હતું. ત્યારબાદ ૨૫ ઓગસ્ટ, ૨૦૦૫ના રોજ ડુંગરિયા હિમલા મછરનું ઍન્કાઉન્ટર થયું હતું. આ ઉપરાંત ૧૩ જાન્યુઆરી, ૨૦૦૬ની રાત્રે વલસાડના નાનકવાડા વિસ્તારમાં લૂંટની ઘટના સંદર્ભે પોલીસ કાર્યવાહી દરમિયાન વધુ ઍક ઍન્કાઉન્ટર ૧૯ ફેબ્રુઆરી ૨૦૦૬ ના રોજ નોંધાયું હતું. જે વાપીથી છીરી તરફ જતા માર્ગ પર મગરુખાન અને છોટેલાલ નામના આરોપીઓ સાથે સંકળાયેલી ઍન્કાઉન્ટરની ઘટનાઓ પણ પોલીસના ઇતિહાસમાં નોંધાયેલી છે. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૦૬ના રોજ અજય ચૌધરીનું ઍન્કાઉન્ટર થયું હતું. આ રીતે વર્ષ ૨૦૦૪થી ૨૦૦૬ દરમિયાન વલસાડ જિલ્લા પોલીસના ઇતિહાસમાં સાત ઍન્કાઉન્ટર નોંધાયાં હતાં. ત્યારબાદ ૨૬ નવેમ્બર ૨૦૧૮માં રાજુ મરાઠીના મૃત્યુ ઍન્કાઉન્ટર માં નોંધાયું હતું.
ત્યારબાદ હવે ૨૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ થયેલી પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપી જુગરાજ સિંહ ઘાયલ થતાં વલસાડ જિલ્લા પોલીસના ઇતિહાસમાં ઍન્કાઉન્ટરની સંખ્યા નવ પર પહોંચી છે. હાલમાં વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે યુવરાજસિંહ જાડેજા ફરજ બજાવી રહ્ના છે. બે દાયકાથી વધુ સમયના આ પોલીસ ઍન્કાઉન્ટરના ઇતિહાસમાં વર્ષ ૨૦૦૪થી ૨૦૦૬નો સમયગાળો સૌથી વધુ ચર્ચાસ્પદ રહ્ના છે.
