Damanganga Times.

Damanganga Times.

November 20, 2026

ઉમરગામમાં વિવિધ વિકાસકાર્યો માટે રૂ.૨.૬૫ કરોડની જોગવાઈ

ઉમરગામમાં વિવિધ વિકાસકાર્યો માટે રૂ.૨.૬૫ કરોડની જોગવાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૧૯ ઃ ઉમરગામ તાલુકામાં વિવિધ સરકારી યોજનાઓ હેઠળ વિકાસકાર્યોને વેગ આપવા માટે કુલ ૨.૬૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપલબ્ધ વિગતો મુજબ મનરેગા (પ્પ્ઞ્લ્ળ્) ૨૦૨૫-૨૬, પ્પ્ઞ્લ્ળ્ ૨૦૨૬-૨૭ તથા ન્યૂ ગુજરાત પેટર્ન ૨૦૨૫-૨૬ અંતર્ગત કુલ પાંચ વિકાસકાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદી મુજબ મનરેગા ૨૦૨૬-૨૭ અંતર્ગત લક્ષ્મી બોરવેલનું કામ ૩૫ લાખના ખર્ચે હાથ ધરવાનું આયોજન છે, જ્યારે પ્પ્ઞ્લ્ળ્ ૨૦૨૫-૨૬ હેઠળ ખોડિયાર કન્સ્ટ્રક્શન દ્વારા ૫૦ લાખના ખર્ચે વિકાસકામનો સમાવેશ કરાયો છે. તે ઉપરાંત ન્યૂ ગુજરાત પેટર્ન ૨૦૨૫-૨૬ હેઠળ માલવણમાં મોટેર કોમ્પ્લેક્સના કુંડનું કામ તથા માલવણમાં રીપેરિંગ અને અન્ય વિકાસકામ માટે અલગ-અલગ ૩૦ લાખની જોગવાઈ દર્શાવવામાં આવી છે. આ બંને કામો માટે ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. જ્યારે પ્પ્ઞ્લ્ળ્ ૨૦૨૫-૨૬ હેઠળ રણજીત કન્સ્ટ્રક્શન દ્વારા ૧.૨૦ કરોડના ખર્ચે અન્ય ઍક વિકાસકામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, પાંચેય કામોની કુલ અંદાજિત રકમ ૨૬૫ લાખ ઍટલે કે ૨.૬૫ કરોડ થાય છે. આ વિકાસકાર્યો પૂર્ણ થતાં સંબંધિત વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને લાભ મળવાની અપેક્ષા છે.