પારડી પાલિકા ડમ્પીંગ સાઈડમાં વારંવાર આગની ઘટના બાબતે કલેક્ટરને રાવ
- byDamanganga Times
- 20 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૯ ઃ પારડી નગરપાલિકાના ડમ્પિંગ યાર્ડમાં વારંવાર આગ લાગવાની શંકાસ્પદ ઘટનાઓ, અગાઉના અકસ્માત બાદ સુરક્ષાની વ્યવસ્થાનો અભાવ તથા પોલીસ સમક્ષ ફરિયાદ કરવા છતાં કાર્યવાહી ન થવા બાબતે ઉચ્ચસ્તરીય તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે. પારડી શહેરી વિસ્તારમાં રહેતા કપિલ કુમાર કાંતિલાલ ગણપતિ નામના જાગૃત નાગરિકે વલસાડ જિલ્લા કલેકટર ને લેખિતમાં રજૂઆત કરી કે પારડી નગરપાલિકા દ્વારા કચરાના નિકાલ માટે ઉપયોગમાં લેવાતા ડમ્પિંગ યાર્ડ ખાતે છેલ્લા ઘણા સમયથી વારંવાર આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને તા. ૦૮/૧૧/૨૦૨૬ થી તા. ૦૯/૧૧/૨૦૨૬ દરમિયાન આગ લાગવાની ઘટનાઓ બની હતી અને ત્યારબાદ પણ તા. ૧૨/૧૧/૨૦૨૬ના રોજ આગ ભભૂકવાની ઘટના સામે આવી હતી.આના કારણે ડમ્પિંગ યાર્ડની આસપાસ વસવાટ કરતા નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
પરંતુ આજદિન સુધી આ આદેશનું પાલન થયું છે કે કેમ, ઘ્ઘ્વ્સ્ કેમેરા લગાવવામાં આવ્યા છે કે કેમ અને નગરપાલિકા દ્વારા સુરક્ષા માટે શું પગલાં લેવામાં આવ્યાં છે તે અંગે સ્પષ્ટતા જરૂરી છે.જો યોગ્ય ઘ્ઘ્વ્સ્ વ્યવસ્થા અને સતત દેખરેખ હોત તો વારંવાર આગ લાગવાની ઘટનાઓ પાછળનું સાચું કારણ તથા જવાબદાર વ્યક્તિઓની ઓળખ કરવામાં મદદ મળી શકી હોત.આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને તા. ૧૨/૧૧/૨૦૨૬ના રોજ પારડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી સમક્ષ લેખિત ફરિયાદ રજૂ કરી હતી. જેમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ, અગાઉના અકસ્માત અને ઘ્ઘ્વ્સ્ વ્યવસ્થા અંગે નિષ્પક્ષ તપાસ કરવાની માગણી કરવામાં આવી હતી.પરંતુ ફરિયાદ રજૂ કર્યા બાદ આજદિન સુધી કોઈ સંતોષકારક કાર્યવાહી કે તપાસના પરિણામ અંગે જાણ કરવામાં આવી નથી. જેથી જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી તરીકે ધ્યાન દોરવું જરૂરી બન્યું છે. ઍક તરફ અગાઉ આ જ સ્થળે ઍક માસૂમ બાળકનો જીવ ગયો છે અને બીજી તરફ વારંવાર આગ લાગવાની ઘટનાઓથી આસપાસના રહેવાસીઓનું આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્નાં છે. તેમ છતાં જો સંબંધિત તંત્ર દ્વારા સમયસર યોગ્ય પગલાં લેવામાં ન આવે તો તે ગંભીર ચિંતાનો વિષય છે.
