Damanganga Times.

Damanganga Times.

November 20, 2026

વાપીના જ્વેલર્સને ડરાવવા આવેલા હુમલાખોરો ગંભીર હુમલો કરી બેઠા

વાપીના જ્વેલર્સને ડરાવવા આવેલા હુમલાખોરો ગંભીર હુમલો કરી બેઠા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૯ ઃ  દુબઈ જેલમાં બેઠેલા હરજિન્દરસિંહ ઉર્ફે હેરી ઢીલ્લોને રૂ. ૫ કરોડની ખંડણી માટે જુગરાજને સોપારી આપી હતી. તેનો ઈરાદો વાપીના જ્વેલર્સને ચપ્પુથી સામાન્ય ઈજા કરીને ડરાવવાનો હતો. જોકે હુમલાખોરોઍ છેલ્લી ઘડીઍ પકડાઈ જવાની બીકે જ્વેલર્સ પર ગંભીર હુમલો કરી દીધો હતો.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લવપ્રીતસિંહ નિર્મલસિંહ (ઉં.વ. ૩૦), જુગરાજ ઉર્ફે યુવરાજ સુખદેવસિંહ (ઉં.વ. ૩૫) અને અમોલકસિંહ બક્ષીસસિંહ (ઉં.વ. ૩૦), ત્રણેયઍ આ કામ માટે વાપીથી જ છરો ખરીદ્યો હતો. તા. ૧૭ નવેમ્બરના રોજ મહાત્મા ગાંધી માર્કેટ સ્થિત શોપિંગ સેન્ટરના વોશરૂમમાં જ્વેલર્સના નાના ભાઈ પર હુમલો કર્યો હતો.હુમલા દરમિયાન આરોપીઓઍ જ્વેલર્સના બોચીના ભાગે અને પીઠના ભાગે છરો ફેરવી ગંભીર ઈજા પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા જ્વેલર્સને બોચીના ભાગે ૧૨ જેટલા ટાંકા લેવા પડ્યા હતા. હાલ તે સારવાર હેઠળ છે અને ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પોલીસે જ્વેલર્સ તથા તેના પરિવારને પ્રોટેક્શન આપ્યું છે. આ કેસમાં ઝડપાયેલા ત્રણેય હુમલાખોર ઇસમોની રિમાન્ડ દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પૂછપરછ હાથ ધરી છે. સાથે જ તેઓની સાથે અન્ય કોણ કોણ સામેલ છે તેની સીસીટીવી ફૂટેજ થકી તપાસ શરૂ કરવામાં આવી છે.