Damanganga Times.

Damanganga Times.

November 20, 2026

વાપીની ફેક્ટરીમાંથી ૬૦ કિલો કોપરની ચોરી

વાપીની ફેક્ટરીમાંથી ૬૦ કિલો કોપરની ચોરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૯ ઃ  વાપી જીઆઈડીસીના ફર્સ્ટ ફેઝ વિસ્તારમાં આવેલી આશિષ ઇલેક્ટ્રિકલ્સ નામની ફેક્ટરીને તસ્કરોઍ નિશાન બનાવી અંદાજે રૂ. ૬૦ હજારની કિંમતનું ૬૦ કિલો કોપર ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. ફેક્ટરીના પાછળના ભાગે લગાવેલું પતરું તોડી અંદર પ્રવેશેલા તસ્કરોઍ સ્ટોર રૂમનું તાળું તોડી ચોરીને અંજામ આપ્યો હતો. વાપીના છરવાડા વિસ્તારમાં રોફેલ કોલેજ પાછળ સાધના વિલા ખાતે રહેતા વિપુલભાઈ ખુશાલભાઈ ઇગલે વાપી જીઆઈડીસી ફર્સ્ટ ફેઝના પ્લોટ નં. ૬૧ ખાતે આશિષ ઇલેક્ટ્રિકલ્સ નામની ટ્રાન્સફોર્મર રિપેરિંગની ફેક્ટરી ચલાવે છે. ગત તા. ૧૩ નવેમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યે ફેક્ટરીનું કામકાજ પૂર્ણ થયા બાદ કર્મચારીઓ ઘરે જતા રહ્ના હતા. ત્યારબાદ રાત્રિના નવેક વાગ્યે ફેક્ટરી માલિક પત્ની સાથે વતન જવા નીકળી ગયા હતા. આ દરમિયાન તા. ૧૪ નવેમ્બરના રોજ સવારે ફેક્ટરીમાં કામ કરતા ગણેશ ગાયકવાડે ફોન કરીને જાણ કરી હતી કે, ફેક્ટરીના વાઇન્ડિંગ ઍરિયામાં આવેલા સ્ટોર રૂમનાં તાળાં તૂટેલાં છે અને અંદરથી કોપરની ચોરી થઈ છે. તપાસ દરમિયાન ફેક્ટરીના પાછળના ભાગે દિવાલ પર લગાવેલું પતરું તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. ફેક્ટરી માલિક વતનથી પરત આવ્યા બાદ તા. ૧૭ નવેમ્બરના રોજ ફેક્ટરીમાં જઈ ચોરી થયેલા માલસામાનની તપાસ કરી હતી. જેમાં સ્ટોર રૂમમાંથી અંદાજે ૬૦ કિલો કોપર, જેની કિંમત આશરે રૂ. ૬૦ હજાર થાય છે, તેની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું.

આથી વિપુલભાઈ ઇગલેઍ તા. ૧૩ નવેમ્બરના સાંજે પાંચ વાગ્યાથી તા. ૧૪ નવેમ્બરના સવારે આઠ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોઍ ફેક્ટરીમાં પ્રવેશ કરી કોપરની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. વાપી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.