Damanganga Times.

Damanganga Times.

November 20, 2026

બામટી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતાં ગ્રામજનોમાં ચિંતા

બામટી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતાં ગ્રામજનોમાં ચિંતા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૯ ઃ ધરમપુર તાલુકાના બામટી ગામ પાસેથી પસાર થતી બામટી નદીના પાણીમાં કેમિકલયુક્ત પાણી ભળતું હોવાની ફરિયાદને પગલે આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્ના છે. નદીના પાણીનો ઉપયોગ ખેતી, પશુધન તેમજ આસપાસના રહેણાક વિસ્તારોના લોકો દ્વારા કરવામાં આવતો હોવાથી પાણીની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

  આ અંગે બામટી ગામના સરપંચ વિજયભાઈ પાનેરિયા દ્વારા ગત તા. ૦૭-૧૧-૨૦૨૬ના રોજ મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યા મુજબ, છેલ્લા આશરે ૧૫ દિવસથી નદીના પાણીના રંગમાં ફેરફાર જોવા મળી રહ્ના છે. દિવસ દરમિયાન પાણી લાલ રંગનું અને રાત્રિના સમયે પીળા રંગનું થઈ જતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (ઞ્ભ્ઘ્ગ્), વાપી દ્વારા નદીના પાણીના નમૂના પણ લેવામાં આવ્યા હતા, પરંતુ આજદિન સુધી તેના પરીક્ષણ અંગે કોઈ જવાબ કે અહેવાલ મળ્યો ન હોવાનું સરપંચે રજૂઆતમાં જણાવ્યું હતું. વધુમાં, બામટી નદી આસપાસનો વિસ્તાર ખેતી-ધાન હોવાથી નદીના પાણીનો ઉપયોગ ખેતી માટે તેમજ પશુધન દ્વારા પીવાના પાણી તરીકે કરવામાં આવે છે. આ ઉપરાંત ધરમપુર નગરપાલિકા સહિત આસપાસના રહેણાક વિસ્તારોમાં પણ આ પાણીના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પાણીમાં કેમિકલ ભળતું હોવાની આશંકાને પગલે ગ્રામજનોમાં પાણીનો ઉપયોગ કરવો કે નહીં તે અંગે મૂંઝવણ ઊભી થઈ છે.   આ સમગ્ર મામલે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાની શંકા વ્યક્ત કરતાં સરપંચ વિજયભાઈ પાનેરિયાઍ જવાબદાર વ્યક્તિ સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તથા નદીના પાણીના નમૂનાનો પરીક્ષણ અહેવાલ જાહેર કરવાની માંગ કરી હતી. જોકે, તા. ૦૭ નવેમ્બરના રોજ લેખિત રજૂઆત કર્યા બાદ પણ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો ન હોવાનું સરપંચે જણાવ્યું હતું. આથી ગતરોજ ફરી ઍકવાર વિજયભાઈ પાનેરિયાઍ મીડિયા માધ્યમથી તંત્ર સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. તેમણે વહેલી તકે નદીના પાણીની તપાસનો અહેવાલ જાહેર કરી કેમિકલયુક્ત પાણી છોડવા પાછળ જવાબદાર તત્ત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. હવે જોવાનું ઍ રહ્નાં કે સંબંધિત તંત્ર આ ગંભીર બાબતને કેટલી ઝડપથી ધ્યાને લઈ બામટી નદીના પાણીની ગુણવત્તા અંગે સ્પષ્ટતા કરે છે અને ગ્રામજનોની મૂંઝવણ દૂર કરવા કેવા પગલાં ભરે છે.