વાપી મનપામાં સાાહિક સમીક્ષા યોજાઈ
- byDamanganga Times
- 20 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૯ ઃ વાપી મહાનગરપાલિકા કચેરી ખાતે આજે તા. ૧૯ નવેમ્બરના રોજ મ્યુનિસિપલ કમિશનર ઍન. ઍફ. ચૌધરી (ત્ખ્લ્)ના અધ્યક્ષસ્થાને સાાહિક સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવી રહેલા વિકાસકાર્યોની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર કિરણસિંહ રાણા તથા વિશાલ પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા. બેઠક દરમિયાન વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રગતિ હેઠળનાં વિવિધ વિકાસલક્ષી કામોની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને વિકાસકાર્યો સમયસર પૂર્ણ થાય, કામગીરીની ગુણવત્તા જળવાઈ રહે અને નક્કી કરેલી સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ થાય તે બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કમિશનર ઍન. ઍફ. ચૌધરીઍ સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપતાં વિકાસકાર્યોમાં ઝડપ લાવવા તેમજ કામગીરી સુચારુ અને સમયસર પૂર્ણ કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.
મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસકાર્યોની નિયમિત સમીક્ષા અને દેખરેખ દ્વારા નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ સાાહિક બેઠક યોજાઈ હતી.
